________________
છે. વળી સ્થાનિક પ્રવચનકારો અને શાસ્ત્રાભ્યાસી તૈયાર થવાથી ઉનાળા સિવાય આ પ્રવૃત્તિઓ નિયમિત રીતે ટકે છે. વાસ્તવમાં ભલે એ દેશમાં સર્વવિરતિધરોના યોગની ઊણપ છે, તે છતાં આવા શુભનિમિત્તો-યોગથી રુચિવાળા જીવો સાધના કરે છે. અને ભારત આવે ત્યારે તીર્થયાત્રા તથા સાધુજનોનાં દર્શનનો લાભ લે છે. પાલીતાણા ચાતુર્માસ, ઉપધાન, નવાણું તપ કરવાનો લાભ લે છે.
જે કેન્દ્ર પર્યુષણની આરાધના માટે પ્રવચનકારોને આમંત્રણ આપે તે પૂરી યાત્રાનું ખર્ચ કરતા હોય છે. ત્યાર પછી અન્ય કેન્દ્રો જે સ્વાધ્યાયનું આયોજન કરે તેનું ખર્ચ કરતા હોય છે. વળી આદર અને પ્રેમથી અમારા ઉતારાની અને જરૂરી સેવાઓનો લાભ લેતા હોય છે. તેઓ દિવસે પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય એટલે લેખન-આરાધનાનો પૂરતો સમય મળી રહે.
મારી આ સત્સગયાત્રામાં પ્રારંભમાં બે વર્ષ અમદાવાદથી શ્રી પુષ્પાબહેન શાહ હતાં. વળી વચ્ચેનાં થોડાં વર્ષો બધાં સ્થળોએ એકલાં જવાનું થતું પરંતુ ત્યાંનું વ્યવસ્થાતંત્ર સહાયકવૃત્તિનું હોવાથી આપણને કંઈ તકલીફ પડે તો ગૂંચ પાડે નહિ પણ તે ઉકેલવામાં સહાયક થાય.
ત્યારપછી પાંચેક વર્ષ કલ્પનાબહેનનાં મમ્મી શ્રી કોકિલાબહેન શાહ મારી સાથે સેવા. સત્સંગના ભાવથી સાથે યાત્રા કરતાં. તેઓ અમેરિકા રહેલાં અને ફરેલાં છે તેથી ઘરે-બહારે કુશળતા ધરાવે છે. હું તેમને કહેતી કે તમને રસોડાનું અવધિજ્ઞાન છે. તેઓ યજમાનની ગેરહાજરીમાં કામમાં ક્યાંય અટકે નહિ. બધું કામ પાર પાડે. ત્યારે તેઓ કહેતાં આ અવધિજ્ઞાન શા કામનું? મારે તો આત્મજ્ઞાન જોઈએ. વળી ધાર્મિક અનુષ્ઠાનો નિયમિત કરતાં. તે માટે જ તેઓ મારી સાથે યાત્રા કરવાનો ભાવ રાખતાં.
મા-દીકરી બંને સેવાભાવી છે. તેમનો નિવાસ અમારા જેવા સાધકોનું ઉતારા-આરાધનાસ્થાન જેવું છે. તે દિવસોમાં તેમને ત્યાં શિબિર જેવું થઈ જાય. અન્ય સત્સંગીઓ પણ ત્યારે લાભ લેવા-રહેવા આવે. વળી છેલ્લાં દસ વર્ષથી દસલક્ષણા પર્વ તેમના નિવાસે યોજાતું હતું.
ચેરીફિલમાં (ન્યૂજર્સી) રહેતા વર્ષા પ્રશાંત (જૈનેતર લખું તે બરાબર નથી, પરંતુ જૈનદર્શનની પ્રણાલીમાં શ્રદ્ધા થવાથી તે બંને જૈનદર્શનના આચારને અનુસરી આરાધના કરે છે. હું જયારે સ્વાધ્યાય માટે ચેરીહિલ રહું ત્યારે બંને રજા લઈ લે, સતત નિશ્રામાં રહે. સેવામાં કાળજી એવી રાખે કે મોટરમાં બેસું, કે સોફા પર બેસે ત્યારે સફેદ ચાદર પાથરી દે. આથી સૌ કહેતા કે પ્રશાંત તમારો પાકો ભક્ત છે. કંઈ પણ દોષ જેવું વિભાગ-૧૧
૩૧૪
મારી મંગલયાત્રા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org