________________
હોય, ત્યારે નાનીમોટી વસ્તુઓ ભેગી થઈ હોય તે સર્વે બેંગમાં વ્યવસ્થિત ગોઠવી દે. તેઓની એક જ ભાવના : બહેનને કંઈ તકલીફ પડવી ન જોઈએ.
- પછી તો વળી બે-ત્રણ વર્ષમાં જે જે કેન્દ્ર પર જાણ થઈ તે સૌનાં આમંત્રણ આવતાં. આથી ક્ષેત્રવિસ્તારનું આયોજન વધી ગયું. બિપીનભાઈને કામ ઘણું રહેતું. તે દરમ્યાન કલ્પના પ્રવીણચંદ્ર શાહ ફીલામાં લેન્સડેલમાં રહે તેમનો પરિચય થયો. આથી લગભગ ૧૯૯૮થી કલ્પનાબહેન આ આયોજન સંભાળતાં. આ કાર્યક્રમ માટે છ માસ અગાઉથી આયોજન કરવું પડતું. ઘણા ફોન કરીને કામ થતું તેમાં સમય ઘણો જતો. છતાં સૌ પ્રેમથી આ શ્રમ ઉઠાવતા.
અમેરિકાનું જીવન ઘણું વ્યસ્ત હોય છે. છતાં હવે સન્માર્ગની રુચિવાળા જિજ્ઞાસુઓને આ અંગેનું મૂલ્ય સમજાયું છે. તેથી દર વર્ષે ઉનાળામાં દર માસે એક-બે વખત એક સપ્તાહનો કાર્યક્રમ ગોઠવે છે. તે રાત્રે ૮ થી ૧૦ અને શનિવારે સવારે ૧૦ થી ૪ શિબિર જેવું. રવિવારે સવારે ૧૦ થી ૧ કોઈ ખાસ આયોજન પણ હોય.
આ કેન્દ્રો થવાથી વ્યવહારિક પ્રસંગોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા ઉત્સવ થાય છે. સ્નાત્રપૂજા, કે અન્ય પૂજનો થતાં રહે છે. જેમાં આબાલવૃદ્ધ સૌ ઉમંગથી ભાગ લેતા હોય છે. વળી યુવાન વર્ગ આવા ઉત્સવમાં ભાગ લે અને સેવા આપે. એ રીતે તેમનામાં સંસ્કારસિંચન થતું રહે છે.
સવિશેષ આ કેન્દ્રો દ્વારા માનદ્ સેવાઓથી બાળકોની પાઠશાળા દર માસે બે કે ચાર રવિવારની હોય છે. તેમાં બાળકો સુત્રો, તત્ત્વના પાઠ, ધાર્મિક વાર્તાઓ વડે સંસ્કાર પામે છે. ભારતની જેમ પંચતીર્થ યાત્રાઓ યોજાય છે. ધાર્મિક નાટકોનું સુંદર આયોજન થતું હોય છે.
- સવિશેષ પર્વાધિરાજ પર્યુષણની આરાધનામાં તપ અને સ્વાધ્યાય ઉત્તમ પ્રકારે થાય છે. શ્રી કલ્પસૂત્ર વાંચન, સ્વપ્નદર્શન અને સંવત્સરી પ્રતિક્રમણ વ્યવસ્થિત થતાં હોય છે. સ્વપ્નદર્શનમાં બાળકો અને વડીલો બધાં જ સ્વપ્નને લઈને દર્શન કરાવતા હોય છે. માઈક જેવી સગવડોને કારણે આ ઉત્સવો ખૂબ વ્યવસ્થિત ઊજવાય છે.
સવારે સેવાપૂજા, પ્રવચનશ્રવણ અને સાંજે પ્રતિક્રમણ; રાત્રે ૮ થી ૧૦ પ્રવચનશ્રવણનું આયોજન ઉત્તમ પ્રકારે થાય છે. કોઈ વાર દેશાવગાશિક વ્રત દસ સામાયિક એકસાથે કરવાનું વ્રત થાય. સ્વામીવાત્સલ્યના આયોજનની સગવડ હોય છે. આમ ભારતવાસી જૈનો તે દેશમાં ભારત વિભાગ-૧૧
મારી મંગલયાત્રા For Private & Personal Use Only
૩૧૨
Jain Education International
www.jainelibrary.org