________________
અમેરિકાની સત્સંગયાત્રાનું શુભ આયોજન : ૧૯૯૧ થી ૨૦૦૪
વાસ્તવમાં આ જીવની આ મંગલયાત્રા છે તેનું એક અંગ સત્સંગયાત્રા છે. કારણ કે તેમાં સ્વ-પર શ્રેયની ભાવના છે. અમેરિકા પ્રથમ વાર દીકરી અને જમાઈ સાથે વ્યવહારિક કારણથી પ્રવાસ થયો હતો ત્યારે અમે લોસ એંજલીસ રહ્યાં હતાં. તે પ્રસંગ જમાઈની બીમારી એટલે દુઃખદ હતો. પરંતુ પરિણામે મને તે સત્સંગ-સ્વાધ્યાયનું નિમિત્ત બન્યો તે અગાઉ જણાવ્યું છે લોસ એંજલીસમાં ૧૯૮૯માં ડૉ. શ્રી મણિભાઈ તથા સવિતાબહેન મહેતા નિરંજનને મળવા આવતાં. તેમને મારો પરિચય હતો. તેથી તેમણે કેન્દ્ર પર મારા પ્રથમ સ્વાધ્યાયનું આયોજન કર્યું હતું. અમેરિકામાં એ મારો પ્રથમ સ્વાધ્યાય પ્રસંગ હતો. આ દંપતી કેન્દ્રના સેવાભાવી અને આદર ધરાવતા સેવકો છે. સમાજમાં તેમનું સ્થાન જાણીતું છે.
અમેરિકાનું ક્ષેત્ર વિસ્તૃત છે. જૈન સમાજ દ્વારા ચાલીસ ઉપરાંત સ્થળોએ નાનાંમોટાં કેન્દ્રો છે. તેમાં વ્યવસ્થિત સ્વાધ્યાય યોજવા તથા શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું આયોજન પ્રારંભમાં ન્યૂજર્સીમાં રહેતા બિપીનભાઈ તથા મંદા શાહ સપ્રેમ કરતાં હતાં. તે દરમ્યાન તેમણે ન્યૂજર્સીના કોડવેલ કેન્દ્રમાં (દેરાસર) ૧૯૯૩ના શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે આમંત્રણ આપ્યું. ત્યારથી તેઓ દંપતી દર વર્ષે મારા પર્યુષણ અને સાથે બીજાં કેન્દ્રો પરનો ચાર માસ સમરનો (ઉનાળાનો) કાર્યક્રમ ગોઠવી લેતા. આમ, ૧૯૯૩ થી અમેરિકાનાં વિવિધ સ્થળોએ સ્વાધ્યાય થતા. ભારતથી નીકળું, ન્યૂયોર્ક એરપોર્ટ પર પહોંચું. સુધાબહેન પ્રફુલ્લભાઈ લાખાણી બીજા સત્સંગીઓ સાથે સ્વાગત કરે. મારો ઉતારો સુધાબહેનને ત્યાં રહેતો કોઈ વાર સ્વાધ્યાય નિવાસે થતા.
એક વાર ભાવિની પ્રવીણભાઈ વાંકાણી સ્વાધ્યાયમાં આવ્યા. સુધાબહેનને કહે : હવે અમે બહેનને અમારે ત્યાં લઈ જઈશું. તેઓ સાધક-સંત સેવી છે. વિનમ્ર અને સેવાપરાયણ છે. પછીના વર્ષોમાં સુધાબહેન ઘણુંખરું કોબા આશ્રમ હોય તેથી મારો ઉતારો છેલ્લી યાત્રા સુધી ભાવિનીને ત્યાં રહ્યો.
પ્રવીણભાઈ મારા ઈસ્યોરન્સનું તથા બધે લેવા-મૂકવાનું સંભાળે. ભાવિની આહારાદિ ઘણા ઠાઠથી સંભાળે, જયારે ભોજન કરાવે ત્યારે જાણે મા હોય તેવી કાળજી રાખે. છેલ્લે મારી વિદાય પણ તેમને ત્યાંથી મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org