________________
ચાલતો રહે છે.
તે કહે છે : જ્ઞાની મનાવાથી કે કહેવડાવવાથી જ્ઞાની થઈ શકતો નથી. રાગાદિ કષાયને સત્યપણે ઘટાડે અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તો જ્ઞાન પ્રગટ થાય. જો સ્વદોષદર્શન બિનપક્ષપાતે કરવા જેવી સૂક્ષ્મ વિચારણા જ નથી તો દંભ પેદા થાય છે. અને જીવને ભ્રમ પેદા થાય છે કે જ્ઞાની છું. પોતે પોતાને સત્યપણે જાણે તો કેવું છે તેવું જણાય. તે માટે જીવે સરળતા સાધ્ય કરવા જેવી છે.
છેવટે જીવે સન્માર્ગે જવા પર-પદાર્થોથી ભિન્ન છું, દેહથી ભિન્ન છું તે મનોબળ કેળવવાનું છે. ચારિત્રબળ કેળવીને શારીરિક કષ્ટ સહન કરે પણ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું ત્યાં દષ્ટિ ન કરે તો સંસારનો ક્ષય થવાની શક્યતા નથી. આમ ઘણા પ્રકારે ચિંતન-મનન દ્વારા, શાસ્ત્રબોધ દ્વારા તેનું સાન્નિધ્ય પણ પ્રેરણાદાયી છે. સ્વરૂપદષ્ટિ માટે તેનું શ્રદ્ધાબળ વિશેષ વિકસતું જાય છે. આમ હવે હું તેને કહું છું કે ભાઈ, તું ભલે મારી પાસે ભણ્યો પણ હવે તારે મને ભણાવવાની છે. તેમાં વચ્ચે વયમર્યાદા ના લાવતો. પરંતુ તે નમ્રતાથી કહે છે તમે મારા વડીલ છો અને આ તત્ત્વનું કિરણ બતાવનાર છો. હવે તો તે અમદાવાદ હોવાથી ઘણી વાર સત્સંગનો અન્યોન્ય લાભ મળતો રહે છે. મારી બીમારીમાં તેણે સત્સંગનો ઘણો સહયોગ આપ્યો હતો. વળી માતાપિતા વયોવૃદ્ધ હોવાથી તેમને પણ આરાધનામાં સાથ આપી પ્રેરણા આપે છે. વીણા મહેન્દ્ર ખંધાર દ્વારા અમેરિકાની પ્રથમ સત્સગયાત્રા (૧૯૯૧):
લોસ એંજલસ રહેતાં વીણા મહેન્દ્ર ખંધાર એક વાર લગભગ ૧૯૮૭માં ઈડર યાત્રાર્થે આવ્યાં હતાં, ત્યારે મારો સ્વાધ્યાય સાંભળીને પરિચય થયેલો. ત્યાર પછી ૧૯૮માં હું જ્યારે વ્યવહારિક કારણે અમેરિકા ગઈ ત્યારે તેમના કેન્દ્રમાં સ્વાધ્યાયના પ્રસંગે વિશેષ પરિચય થયો. શનિરવિ તેમના નિવાસે પરિમલ અને અમે શાસ્ત્રાભ્યાસ-સ્વાધ્યાય કરતાં. આમ અમારો સત્સંગમય સંબંધ થયો.
૧૯૯૧/૯૨માં લંડનમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે જવાનું થયું હતું. ત્યારે આ દંપતીએ અમને પોતાના તરફથી સ્વતંત્ર આમંત્રણ શાસ્ત્રાભ્યાસની વૃદ્ધિ માટે આપ્યું હતું. ત્યારે શ્રી પુષ્પાબહેન શાહ સાથે હતાં. અમે ત્રણ સપ્તાહ તેમના નિવાસે રહ્યા અને શાસ્ત્રઅધ્યયન કર્યું. ત્યારે પરિમલ તો ભારત સ્થિર થયો હતો. અમેરિકાની અમારી આ પ્રથમ વાસ્તવિક સત્સંગયાત્રા હતી. મારી મંગલયાત્રા
વિભાગ-૧૧
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org