________________
છે. હાલ તેઓ કોબા પૂ. શ્રી આત્માનંદજીની નિશ્રામાં ઉત્તમ સાધના કરે છે. પ્રારંભમાં મારો ઉતારો અહીંજ રહેતો હતો.
- શ્રી સુધા તથા પ્રફુલ્લભાઈ સો જેવા શ્રોતાઓની સવારથી રાત સુધીની સર્વ વ્યવસ્થા સંકુશળ યોજતાં હતાં. મારો સૌ પ્રથમ ન્યૂયોર્કમાં પરિચય તેમણે કરાવ્યો હતો. એ બે દિવસ સાનંદ સંપન્ન થતા. વળી શ્રી કલ્પનાબહેનને ત્યાં પણ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના સ્વાધ્યાયનું શિબિરયુક્ત આયોજન સુંદર ગોઠવાઈ જતું. મને શ્રીમદ્ વચનામૃતનો અભ્યાસ અને શ્રદ્ધા હોવાથી સ્વાધ્યાય ઉત્તમ પ્રકારે થતા.
આ શ્રોતાગણમાં શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનો પ્રભાવ અનન્ય છે. વચનામૃતનું શ્રવણ દત્તચિત્તે કરે. ભક્તિ નિયમિત રીતે ભંગ વગર કરે. કોઈ નવા શ્રોતા આવ્યા હોય તો તે પણ આ રસમાધુર્યમાં ભળી જાય. યદ્યપિ વચનામૃતનાં ગૂઢ રહસ્યોમાં જેમ જેમ બોધ ગ્રહણ થાય તેમ તેમ તેમાં અલૌકિક ભાવ ઊપજે છે તે મેં અનુભવ્યું છે. એમાં શ્રીમદ્જીની કૃપાનિધિ છે.
વળી આ શ્રોતાઓની શ્રદ્ધા એવી હોય છે કે તેમને પદ તો કંઠસ્થ હોય પણ ગદ્ય, વચનામૃત પણ કંઠસ્થ હોય. આથી જયારે સ્વાધ્યાય થાય ત્યારે તેઓ શ્રવણમાં એકચિત્ત થાય તે અનુભવાતું. વીતરાગી દશામાંથી લખેલા એ શબ્દપ્રાણ હતા ને ? - સવારે ૯-૩૦ થી ૧૦ ભક્તિ પછી ૧૦ થી ૧૨ સ્વાધ્યાય થતો. એક વાર “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે”ના પદ પર સ્વાધ્યાય થતો હતો. વક્તા-શ્રોતા એવા તલ્લીન થયા હતા કે ૧-૩૦ નો સમય થયો. તેમની શિસ્ત એવી કે કોઈ ઊઠ-બેસ ન કરે, ઊંચા-નીચા ન થાય. ઘડિયાળ ન જુએ, ન બતાવે. મને અચાનક જ ખ્યાલ આવ્યો કે સમય ૧-૩૦ થયો છે, મેં કહ્યું “
મિચ્છામિ દુક્કડ.' શાંતિભાઈ કહે “જ્ઞાન-ગંગાના સ્નાનની શીતળતામાં તાપ-ઉતાપ શમી જાય પછી જીવોને બીજું શું જોઈએ. આજે તો સૌને હાર્દિક આનંદ ઊપજ્યો છે.” અર્થાત્ આ શ્રોતાવર્ગ ભાવુક અને શિસ્તબદ્ધ આચારવાળો છે. પછીના સમયમાં શિબિરો વૈશાલી સતીશભાઈને ત્યાં થતી. તેઓ સુવ્યવસ્થિત આયોજન કરતાં હતાં.
મારી સત્સંગયાત્રાની માહિતીમાં તમને એ દેશનાં અન્ય સ્થળોનું કે ડઝનીલેન્ડ જેવાં ભૌતિકતાનાં કે અગત્યનાં સ્થળોનું વર્ણન નહિ મળે. મને લાગે છે કે મારું પુસ્તક વાંચનારને જીવનના સ્વકલ્યાણ વિષયક ભાથું મળશે, તેમાં આનંદ આવશે. મારી મંગલયાત્રા
૩૧૭
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org