________________
મનાવતી કે આ પણ કર્તવ્ય છે.
વકીલને કહેતી કે આ માણસને સજા થાય તેવું હું ઈચ્છતી નથી. તે થોડી રકમ ભરે તો પછી કંઈ રસ્તો કાઢીશું. પણ વકીલ કહે કોર્ટથી જે નિકાલ આવે તે જોવું પડે. બે વર્ષે નિકાલ આવ્યો : તે માણસને સખત કેદની સજા થઈ. તે સાંભળીને મને દુઃખ થયું. જો પહેલા વિચાર્યું હોત તો થોડી રકમ ઉઘરાવીને રસ્તો નીકળી શક્યો હોત. પણ ત્યારે એવું સૂઝયું નહિ. વળી ટ્રસ્ટની જવાબદારીથી તે સંગત ન હતું. આથી એ યુવાનને સાચે માર્ગે ચઢાવવાની તક આપવાની ભાવના છતાં મારી હિંમત ન રહી.
એક વાર એક દષ્ટાંત વાંચ્યું કે એક શેઠે ચોરી કરનાર નોકરને ગામે જઈને બોલાવ્યો. રકમ માફ કરી અને પાછો કામે ચઢાવ્યો. એવાં ઘણાં દષ્ટાંત સાંભળ્યાં ત્યારે મારે માટે તે મોડું હતું. આવા ઉદાત્ત વિચાર કરવાનો સંસ્કાર ઘડાયો ન હતો. વ્યવહાર પ્રમાણે કામ કરવું પડે પણ માણસને દુઃખી કરીને વ્યવહાર સાચવવાને બદલે થોડું સહન કરીને કે અન્ય ઉપાય કરીને રસ્તો કાઢવો જોઈએ તેવું આજે લાગે છે. છતાં સંસ્થામાં સંસ્થાકીય ઉપાય કરવા સૌની સાથે રહેવું પડ્યું તે હકીકત છે.
વસ્તુનો લગાવ, ફરજનું ભાન, પોતાનો યશ-અપયશ, વ્યવહારુ ઉકેલ આવાં ઘણાં કારણો, આમાં ભાગ ભજવતા હોય છે. અંતે એવું લાગે છે કે અન્ય માણસને દુ:ખ આપવામાં સાથ ન આપવો તેવું વિચારબળ કેળવવું જોઈએ. તો જ આપણાં સત્ત્વ અને તત્ત્વ બળવાન રહે. ખેર.
સંસારમાં જે કંઈ કરીએ તેમાં બધું સરળ, સુખદ અને સુગમ ક્યાંથી હોય? તેમાં મુશ્કેલી આવે તે પણ નિભાવવી પડે અને હસતે મુખે ઉપાય કરવા પડે. ભાવના રાખતી કે કોઈને દુઃખ ન પડે. સૌને સદબુદ્ધિ મળે. યદ્યપિ આ કારણથી સંસ્થાની કોઈ પ્રવૃત્તિને કંઈ આંચ આવી નથી. અપંગ માનવ મંડળની પ્રવૃત્તિ :
૧૯૬૦માં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘની સ્થાપના પછી ગ્રામવિસ્તારનું કાર્ય ખૂબ વિકાસ પામ્યું. આ કારણે સામાજિક ક્ષેત્રે મારી પ્રસિદ્ધિ થતી. તે સમયે શિરીષ શાહ જે અપંગતા ધરાવતા હતા પણ પોતાની કુશળતાથી કોર્ટના ન્યાયાધીશ પદે પહોંચ્યા હતા. બીજા કનુભાઈ મહેતા જે બે પગે અપંગતા ધરાવતા હતા. તેઓ પણ પોતાની બુદ્ધિપ્રતિભાથી ગ્રેજ્યુએટ થઈ, અંબિકા મિલમાં કામ કરતા હતા. છતાં તે દિવસોમાં તે બંને યુવાનોને ખૂબ મુસીબત નડી હતી. તેવા અનુભવને વિભાગ-૭
૧૬૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org