________________
સૌ જાણે છે. તેમના દર્શન-વંદન માટે કોઈ સંકોચ રાખવો પડતો નથી. તેમના ઉપાશ્રયનાં દ્વાર અભંગ હોય છે. જ્યારે તેમનાં દર્શનાર્થે જાવ ત્યારે સદાયે આગમના સિદ્ધાંતના જ્ઞાનની મસ્તીમાં જ મસ્ત હોય છે. અને જ્ઞાનામૃતનું જ પાન કરતાં હોય છે.
કર્મગ્રંથને લગતી કોઈ પણ મૂંઝવણ લઈને તેમની પાસે જઈએ તો તેનો ઉકેલ એટલી સરળ ભાષામાં આપે કે તરત આપણી સમજમાં આવી જાય. કર્મગ્રંથને લગતા બધા આંકડાઓનું ગણિતનું તો તેમના મનમાં એક કોમ્યુટર ફિટ થઈ ગયું હોય તેમ બધા જવાબ તુરત મળી જાય. તેમણે લખેલા કર્મગ્રંથની પ્રશ્નોત્તરીનાં પુસ્તકો દ્વારા કર્મગ્રંથનો અભ્યાસ ખૂબ સરળ રીતે કરી શકાય તેમ છે. તેમની અભ્યાસ કરાવવાની રીત પહેલાંના ગુરુકુલો અને આશ્રમો યાદ આવી જાય તેવી છે. તે સમજાવે અને સાથે સાથે બધું જ લખાવે.
ધર્મની શરૂઆત કેવી રીતે કરવી?
તેઓ હંમેશાં કહે છે કે ધર્મની શરૂઆત મોક્ષાભિલાષથી થાય છે. સુખનો લાલચુ અને દુઃખથી કાયર ધર્મ માટે લાયક જ નથી. સુખથી જે ગભરાય અને દુઃખ જેને ગમતું થઈ જાય એ ધર્મ માટે લાયક છે. અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો. આ તેમનો જીવનમંત્ર છે અને બધાને આ મંત્ર આપે છે.
પરદેશથી આવનાર જિજ્ઞાસુ સત્સંગીઓને મેં જ્યારે તેઓની પાસે મોકલ્યા છે ત્યારે તે બધાને સધર્મ હૈયામાં ઊતરી જાય અને શાસન પ્રત્યે બહુમાન થાય તેવી રીતે સદાય આચાર્યશ્રી સમજ આપે છે. આમ તેઓ જૈન સમાજના ઉપકારી છે. “સૌ મોક્ષાભિલાષી બનો. એક વાર આત્મશુદ્ધિ માટે ઝૂકી પડો તમારું શ્રેય તમારા હાથમાં છે.” તેઓએ આચાર્યની પદવીને ૪૦ વર્ષોથી ધારણ કરેલ છે. છતાં ખૂબ જ સરળ, સૌમ્ય છે. સ્વ. પૂ. વિદુષી સાધ્વીશ્રી સુલોચનાજી :
તમે મારા અન્ય પ્રસંગો પરથી જોયું હશે કોઈ એક પ્રતિભાશીલ વ્યક્તિનો પરિચય તમને કેટલા અંકોડા ગૂંથી આપે છે. તેઓશ્રી માટે મને વિશેષ માહિતી નથી છતાં મારે ઋણ અદા કરવા પરિચય આપવાનો છે.
તેઓનો પરિચય મને પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તજીના નિમિત્તથી થયો હતો. પછી તો યોગ હોય ત્યારે હું તેમના વંદનાર્થે જતી. તેઓ શાસ્ત્રાભ્યાસી હતાં. દ્રવ્યગુણ પર્યાયના રાસ જેવા વિષયોના ગ્રંથની તથા એવા ગૂઢાર્થ
૨૮૪
મારી મંગલયાત્રા
વિભાગ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org