________________
તે પણ સારી રીતે ભણીને આવ્યો. કુશળ વકીલ તરીકે તે પણ સંપન્ન થયો. દરેકના દેવા પણ ચૂકવાઈ ગયા. પ્રારંભમાં લાગતું કે દક્ષા ખોટી હિંમત કરે છે. પરંતુ બધું ગોઠવાઈ ગયું. વિરલનાં લગ્ન થયાં, તે સંસારમાં ગોઠવાઈ ગયો.
સંસારના પ્રસંગોમાં શુભયોગ હોય એટલે જીવને લાગે કે સંસારમાં બધું બરાબર ગોઠવાઈ જાય છે. વિચાર કરીએ તો વર્ષો પહેલાં દક્ષાનિરંજનને લાગેલું કે જીવન વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, ત્યારે પણ પ્રસંગો તો બનતા જ હતા.
તેઓને જુદા રહેવાનું થયું. ત્યારે કંઈ નિરંજનની સાધનસંપન્નતા ન હતી. વળી તેમના પિતા આદર્શવાદી હતા. તેથી નિરંજનને જાતે જ પગભર થવાનું હતું. ભાગ્યયોગે નિરંજન ચાર-પાંચ વર્ષમાં જ સારી રીતે વ્યાપાર વિકસાવી શક્યા. પોતાનો બંગલો-ઑફિસ વગેરેની જોગવાઈ થઈ અને લાગ્યું કે હવે જીવન યોગ્ય રીતે ગોઠવાઈ ગયું છે ત્યાં તો નિરંજનને કાળે ઉપાડી લીધા. સારું એવું ખર્ચ પણ થયું હતું. છતાં દક્ષા સારી રીતે રહે તેવું તો હતું. છતાં દુઃખ તો યાદ આવતું તે સ્વાભાવિક હતું. પૂર્વસંચિત કર્મ ભોગવ્યા વગર કોણ છૂટ્ય છે ?
વળી દીકરાઓ ભણીને તૈયાર થયા. લાગ્યું કે વળી બધું ગોઠવાઈ ગયું છે. નિરંજનની ખોટ તો ખરી. છતાં સાંસારિકપણે પુનઃ સંપત્તિસંપન્નતા ગોઠવાતાં ગયાં ત્યાં તો પોતે કેન્સરની બીમારીમાં પટકાઈ ગઈ. આમ સંસારમાં કશું જ સ્થાયી નથી. ધર્મવત્સલ પૂ. શ્રી નંદિયશાજીનો અભ્યાક્ષરી પરિચય તથા બોધઃ
અમારાં સ્વર્ગસ્થ સત્સંગી મનોરમાબહેન પૂ.શ્રીના પરિચયમાં આવ્યાં હતાં. તેઓ ચારૂપ ચાતુર્માસ હતાં, ત્યારે અમે દર્શને ગયાં હતાં. ત્યારે તેઓની કથંચિત ત્રણ દસકાથી થોડી વય વધુ હશે, પરંતુ તેમની વાણીની વિદ્વત્તા, પ્રખરતા છતાં મુધરતાનાં દર્શન થયાં, પ્રથમ દર્શને જ મારું મન તેમના પ્રત્યે આદરભર્યું બન્યું. ત્યાર પછી તેઓ અમદાવાદ આવ્યાં. અમે સત્સંગીમિત્રો તેમની પાસે અભ્યાસ કરતા. તેમની શૈક્ષણિક પદ્ધતિમાં સ્પષ્ટતા અને શ્રદ્ધાનાં દર્શન થયાં.
વળી જયારે દક્ષાના પતિ નિરંજનનું અવસાન થયું, દક્ષાને માથે દુ:ખ આવી પડયું. મેં પ્રથમ દિવસથી જ તેને સત્સંગમાં વાળવા પ્રયત્ન કર્યો હતો. પણ તોય માની સગાઈ. મને લાગ્યું કે તેને ત્યાગ, વૈરાગ્ય અને વાત્સલ્યભાવવાળા સંતના સમાગમની જરૂર છે. આથી હું તેને પૂ. વિભાગ-૧૧
૨૯૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org