________________
શ્રી નંદિયશાજી પાસે લઈ ગઈ, અને મેં કહ્યું હું જન્મદાત્રી છું તમે ધર્મદાત્રી મા છો, તમને સોંપું છું. દક્ષાએ પણ શિર નમાવી વાત સ્વીકારી લીધી. તેમણે દક્ષાનું ઘડતર આ રીતે કર્યું. તે તેના દ્વારા જ જોઈએ. દક્ષાનો અહોભાવ :
પૂ. નંદિયશાજીની વાત પ્રભુકૃપાથી એટલી સહજ રીતે સ્વીકારાઈ ગઈ એમાં પ્રભુસંકેત હતો. માએ તેઓશ્રીનો પરિચય કરાવ્યો ત્યારે હું ઈષ્ટવિયોગને કારણે અત્યંત અશુભધારામાં હતી. ત્યારે આર્તધ્યાન જેવો શબ્દ પણ ખબર ન હતી પરંતુ મને તેમની પ્રસન્ન મુદ્રા સ્પર્શી ગઈ. આવું જીવન પ્રત્યેનું તદન વિધેયાત્મક વલણ મારા સાંસારિક અનુભવમાં આવ્યું નહોતું.
તેઓશ્રીનો પરિચય વધતાં તેમનો એક બોધ મનમાં બરોબર ગોઠવાઈ ગયો કે નિરંજન મરતો ગયો પણ તને સાચું જીવન આપતો ગયો. માટે ધર્મ એવો કરજે કે જે બીજાને પણ કરવા જેવો લાગે. તેઓશ્રી હંમેશાં કહે છે કે ધર્મ તો પ્રશંસનીય હોય, પ્રદર્શનીય ન હોય. જ્યારે પણ તેમની નિશ્રા મળે ત્યારે એવો બોધ આપે કે આપણને જગતમાં દુઃખ જેવી વસ્તુ લાગે જ નહિ. તેઓ ગમે તે સમસ્યા પોતાની આગવી કળાથી એવી ખોલી નાખે કે આપણા જીવનનું વહેણ બદલાયા વગર રહે જ નહિ. તેમની પ્રસન્નતા અતૂટ છે પછી એ ગમે તે સમય હોય કે પછી કોઈ પણ પ્રકારના પ્રતિકૂળ સંજોગો, જેવા કે કોઈ અશાતાનો ઉદય.
મને હંમેશાં કહે કે “મને કોઈ અસાધ્ય રોગ થાય તો મારા એક પણ રૂંવાડામાં તે અંગે જરા પણ ક્ષોભ ઉત્પન્ન ન થાય. બધાંને ગમે તેવા સંજોગોમાં તેમાંથી સારી જ વસ્તુનું પાસું બતાવે. અમને બધાને કહે કે વિચારજો કે લોકોમાં દોષ હોય છે કે તમને દોષ જોવાની ટેવ પડી ગઈ છે !'
- દરેકના જીવનમાં ખૂબ ઊંડો રસ માતાના વાત્સલ્યપૂર્વકનો લે. દરેક મળનાર વ્યક્તિને તેઓશ્રી પોતાના હોય તેવી પ્રતીતિ થયા વગર ન રહે. મારા ૧૬ વર્ષના પરિચયમાં એમના મુખની પ્રસન્નતામાં કોઈ ફેરફાર મેં નથી જોયો. તેમનાં જીવનમાં પણ તેમના સ્નેહીઓના વિયોગના પ્રસંગો આવ્યા છે પરંતુ તેઓએ એ વાત આત્મસાત કરી છે કે જે સંયોગમાં વિયોગનાં દર્શન કરી શકે છે તે કોઈ પણ પ્રસંગનો જીવનમાં સહજ રીતે સ્વીકાર કરી જ શકે છે અને તે જ જ્ઞાનીનું લક્ષણ છે. મનુષ્યજીવન મળ્યું છે તો પરિવર્તન કરવા, નહિ કે પુનરાવર્તન કરવા. જીવનના બધા જ પ્રસંગોમાં સમાધાન શોધી આપે તે જ સત્યધર્મ - આવો તેમનો આત્મલક્ષી મારી મંગલયાત્રા
૨૯
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org