________________
સ્વ. મનોરમાબહેનનું જીવનપરિવર્તન અને મનોબળ :
ગર્ભશ્રીમંત કુટુંબનાં મનોરમાબહેનનું જીવન પૂરા સંસારી ક્રમથી વહેતું હતું. ત્યાં જડબાના કેન્સરની ભયંકર વ્યાધિ થઈ. તેમાંથી તેઓને અંતર અવાજ આવ્યો કે હવે કંઈ ધર્મનું શરણું લે. ક્યારે પણ સાધુજનોનો સમાગમ નહિ. એટલે ક્યાં જવું ! ત્યાં વળી પ્રજ્ઞાબહેન નાણાવટીનો મેળાપ થતાં, તેમની પાસેથી વિગત મેળવી તે મારા નિવાસે સત્સંગમાં આવવા લાગ્યાં. અને જિનવાણી, જિનભક્તિના ભાવ જાગ્રત થતાં તેને અનુસરવા લાગ્યાં. વળી તેમણે પૂ. શ્રી નંદિયશાજીનો પરિચય થતાં. તેમણે મને તેઓનો પરિચય કરાવ્યો હતો. પોતે તેમની પાસેથી માર્ગદર્શન મેળવતા હતા.
હું કહું “મોડા જાગ્યા છો એટલે વધુ પુરુષાર્થ ઉપાડવો. અને માર્ગાભિમુખ થવા ઔચિત્ય વ્રત, નિયમ, આવશ્યક ક્રિયાઓ શાસ્ત્રવાંચન દઢપણે નિયમિત કરવા લાગ્યા. કહો કે મંડી પડ્યા. વચમાં વ્યાધિનો ઉપદ્રવ સમતાથી સહી લેતા.
વળી સર્જરી કરાવવાની થઈ, ત્યારે કહે કે હું રોજ પ્રાર્થના કરું છું કે મને અમેરિકા ન લઈ જાય. અમદાવાદ સર્જરી થાય તો તમારો સમાગમ મળતો રહે અને તેમની પ્રાર્થના ફળી.
તે દિવસોમાં હું કોબા આશ્રમમાં રહેતી. સર્જરીના એક સપ્તાહથી રોજે એક કલાક આવતાં. બાર ભાવનાનું શ્રવણ કરતાં. સર્જરી થઈ ભાનમાં આવ્યાં. કહે કે બહેનને બોલાવી લાવો. હું ત્યાં ગઈ. મને ઇશારાથી કહે મને પદ સંભળાવો. વેદના છતાં તેમનું મનોબળ આવું હતું.
કોઈ વાર નાની સર્જરી થઈ હોય તો ઘરે જવાને બદલે સ્વાધ્યાયમાં આવે. કહે: આ શ્રવણમાં દેહાધ્યાસ છૂટે છે. મને આનંદ આવે છે. શક્ય હોય તો તીર્થયાત્રા કરે. પાલીતાણા તો મને સાથે લઈને જાય. મારી સેવા સેવકની અદાથી કરે. નમ્રતાથી બોધ ગ્રહણ કરવો તે તેમની શ્રીમંતાઈ હતી.
બહેન, તમે મળ્યા મારું જીવન ઊજળી ગયું.' પછી તો અમે સાધુ-ભગવંતોની પાસે પણ જતા.
પૂ. આચાર્ય ભગવંત પાસે તેમણે સ્પષ્ટ રીતે સ્વમુખે કહીને ભવ આલોચના લીધી. આમ કરેલાં પાપો પખાળ્યાં. ભાવિ પાપોમાં જાગ્રત થયાં. ભવ સુધારી લીધો. દેવગુરુકૃપાને પાત્ર થયાં. વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org