________________
આખરી વ્યાધિ તો જાણે તેમને કસી લેવા ચારે બાજુથી વીંટળાઈ વળ્યો. ભયંકર વેદના. મુખની જીભ તો બહાર નીકળી આવી. પેટે કાણું પાડી પાઈપથી ખોરાક આપે. આવી અસહ્ય વેદના છતાં મને રોજ ગાડી મોકલી બોલાવે. એક કલાક પ્રસન્નતાથી સ્વાધ્યાય સાંભળે. કોઈ વાર તેમને વાંસે, પગે હાથ ફેરવું.. તેમને શાતા મળતી હોય તેમ શાંતિ અનુભવે. વેદના અસહ્ય બનતી હતી. તેમની નર્સ પણ કહેતી : તેમનાં કર્મો બધાં ખપી જવાનાં છે એટલે ભગવાને આટલી વેદના આપી હશે ?
એક વાર લખીને કહે : આપણા બધા સ્વાધ્યાયી મિત્રોનો સ્વાધ્યાય મારી પાસે રાખો. અમે એ પ્રમાણે દિવસ નક્કી કર્યો, તેમના નિવાસે પહોંચ્યાં. તેઓ સાડીમાં સજ્જ થઈને બેઠાં હતાં. સૌને પ્રસન્નતાથી આવકાર આપ્યો. સ્વાધ્યાય ભાવપૂર્વક સાંભળ્યો.
- ત્યાર પછી એકાદ સપ્તાહ તેઓએ બીમારી ભોગવી ચિરવિદાય લીધી. સત્સંગી તરીકે સદાય પ્રસન્નતા અને તેમની નમ્રતા અમારા દિલમાં અંકિત છે. સત્સંગીઓનો નવરત્ન દરબાર :
સત્સંગના વડલાની વિશાળ શાખાઓ પર અમારા પાત્રોસત્સંગીઓની અનેરી આભા છે. મારી ચિત્ત સ્મૃતિ પર તેમનો આદર અંકાયેલો છે. કોના ગુણ ગાઉં ! કોઈક તો તપસ્વીઓ છે, તો કોઈક સેવાભાવી, તો વળી કોઈક અભ્યાસી, કોઈક ભજનીક, કોઈક વ્યવસ્થા શક્તિ ધરાવે, કોઈક વડીલો સૌને વાત્સલ્ય આપે. કોઈક ત્યાગી કોઈક વૈરાગી, કોઈક સ્વાધ્યાય કરે કરાવે.
આમ નવરત્ન કહું તો વાત મોટી જણાય, અને તેનો વાંધો શો ? જયાં ગુણ છે ત્યાં ગ્રાહકતા હોવી જરૂરી છે.
કપુબહેન-કલ્પના બાળબ્રહ્મચારી, જીદંગી સુધીના આહારની દસ વસ્તુ તેમાં શાક દૂધી અને કાકડી. ફળ કેરી અને કેળાં, તળેલું અને ચોપડેલું ત્યાજ્ય. બાકી રામ રામ. તે દિવસે કંઈ તિથિ ન હોય અને દેરાસરમાં પ્રભુ સામે હાથ જોડી પચ્ચકખાણ માંગે, શાનું ! છઠ્ઠનું ! શું છે ? પ્રભુના તપોબળે પ્રેરણા આપી. સાધ્વીજનોની વૈયાવચ્ચમાં બધા ક્યું ને જાણે. એવા કામ હોય ત્યારે એ ચાલે નહિ દોડે.
મને પગ દબાવવાની ટેવ નહિ. પણ એ તો પગ પાસે બેસીને હાથ પ્રસારે. મને કહે મારા પગ દૂખતા મટી જાય છે. હું કહું તારા આયંબિલ જોઈ મને આયંબિલ થાય છે. મારી મંગલયાત્રા
૩૦૩
વિભાગ-૧૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org