________________
સમુદાયમાં વડીલ જેવું તેમનું વાત્સલ્ય આજેય ચિરંજીવ છે. યુવાન સાધક ચિ. પરિમલનું પરિમલ ઃ અમેરિકાની અનોખી ભેટ
કોબા આશ્રમથી નિવૃત્ત થયા પછી આશ્રમ દ્વારા યોજાતી લંડનની સત્સગયાત્રા ત્યારે મુલતવી રહી. પરંતુ તે દેશમાં અન્ય પરિચયને કારણે લગભગ ૯૦૯૧/૯રમાં વેલીનબરો અને લેસ્ટરમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના યોજાઈ હતી.
વળી ૧૯૮૯માં પ્રસંગોપાત્ત અમેરિકા જવાનું થયું હતું. ત્યારે ડૉ. શ્રી મણિભાઈ મહેતાના સહકારથી લોસ એંજલીસમાં સ્વાધ્યાય થયા હતા, ત્યારે યુવાન પરિમલ ખંધાર તે સ્વાધ્યાયમાં આવતો. તેણે એક દિવસ મને કંઈ તત્ત્વ વિષે પ્રશ્ન કર્યો. મેં કહ્યું : આ પ્રશ્ન માટે આપણે નિરાંતે મળીએ ? એમાં એવું બન્યું કે તે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. તેથી કહે : દર શનિવારે હું તમને સ્વાધ્યાય માટે લઈ જઉં, રવિવારે રજા હોય એટલે સાથે રહીએ અને સોમવારે સવારે વહેલા તમને મૂકીને હું કૉલેજ જતો રહું.
શ્રી મણિભાઈને વાત કરી, તેમણે કહ્યું કે આ તો બહુ સારું થયું. વળી નિરંજનનાં બહેન-બનેવી પણ શનિ-રવિની રજામાં ઘરે હોય એટલે દેવગુરુકૃપાએ બધું અનુકૂળ થયું. આથી ચાર માસ અમારો આ ક્રમ સંપન્ન થયો.
સવિશેષ તો મેં કહ્યું, પરિમલ તારો પ્રશ્ન હતો સ્થિરતા અને શ્રદ્ધા કેમ વધે? જોકે આ પહેલાં પરિમલને અન્ય શિબિરોમાં તથા પૂ. સોનેજીના સંપર્કમાં કંઈક અભ્યાસ હતો. વળી મહેન્દ્ર, વીણા ખંધાર તેનાં કાકાકાકીના સંપર્કથી તેનો સંસ્કાર કંઈક ઘડાયો હતો. તેથી મેં કહ્યું : તું નવતત્ત્વનો અભ્યાસ કર. ધ્યાન, સ્થિરતા, શ્રદ્ધા જેવા પ્રકારો માટે તત્ત્વનો અભ્યાસ જરૂરી છે.
એ જયારે મને લેવા આવતો ત્યાંથી અમારે રૂપ માઈલ જવાનું અને આવવાનું રહેતું. એટલે મેં કહ્યું આપણે આ સમયનો પણ ઉપયોગ કરીએ. એ યુવાન હતો. સ્મરણ અને ગ્રહણશક્તિ તેજ હતી. એટલે હું મોટરમાંજ પાઠ વાંચતી, તે સાંભળતો. એમ અમે નવતત્ત્વનો-સરળ પરિચય પુસ્તિકાનો અભ્યાસ કારમાં જતાં-આવતાં કર્યો. નિવાસે સ્વાધ્યાય કરતાં. રવિવાર પૂરો સમય મળતો એટલે શાસ્ત્રાભ્યાસ પણ કરતાં. આમ લગભગ ત્રણ માસ પૂરા થયા. વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org