________________
કષાયોને, ખોટી મહત્ત્વાકાંક્ષા અને ફરિયાદોને તિલાંજલિ આપો. તેનું મીઠી અને તીખી ભાષામાં નિરૂપણ કરો. થોડા બોધનાં છાંટણાં કરે.
કૌટુમ્બિક જીવનના શ્રવણ કરેલા દર્દ ભરેલા પ્રસંગો કહી જનસમૂહને ૨ડાવે, દયાના ભાવ પેદા કરાવે. સમતાને સ્થાન આપવા વેધકપણે સમજાવે. અને ઝેર વમીને અમૃતપાન કરનારના પ્રસંગો કહી જીવોની ગુણવત્તાની વૃદ્ધિ કરવામાં માર્ગદર્શન આપે. થોડી રમૂજી રસપ્રદ વાતો કહી જનસમૂહને હાસ્યથી તરબોળ કરી પ્રસન્ન કરે.
પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનું બળ કેમ વધે?
હું ખાસ વંદન કરવા જાઉં ત્યારે કંઈ બોધ માંગું, ત્યારે સવિશેષ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણની ભાવનાને પોષણ આપે. પ્રભુ પ્રત્યે ભક્તિ અને જીવો પ્રત્યે મૈત્રી, પ્રેમ-આ મંત્ર હૃદયમાં જડી રાખજો .
“તમે સ્વાધ્યાય કરવા અને આપવામાં તત્પર રહો છો. હવે અનુપ્રેક્ષામાં જાવ. એક વિષય લઈ તેનું વિસ્તાર અને ઊંડાણથી ચિંતન કરો, તેના વડે ચિત્તશુદ્ધિ થશે.” આ પદ્ધતિ કંઈક ચાલતી હતી. તેમાં તેઓના બોધથી વધુ પ્રેરણા મળી અને નિયમિતતાનો લાભ થયો.
૨૦૦૧માં દક્ષાનું કેન્સરનું ઑપરેશન હતું, ત્યારે માંગલિક સાંભળવા ગઈ હતી. સાહેબજી કહે, ““રોગ શરીરને છે ને આત્મા તો ધર્મ પામ્યો છે. હવે ચિંતા શાની ?” વાસ્તવમાં દક્ષા ઓપરેશનના પૂરા સમય સુધી પ્રસન્ન હતી, તે તેની દેવગુરુની ભક્તિનું કારણ છે. તેઓશ્રીનું સાહિત્ય એટલું વિસ્તૃત અને બોલતું છે કે તેમાંથી શું અવતરણ કરીએ. દરેક પુસ્તક હજારોની સંખ્યામાં પ્રસિદ્ધ થઈ જનસમૂહના ગૃહે અને હૈયે વસે છે. તેમાંથી કંઈ બોધ તારવી લીધો. બોધ :
- ૧૯૯૯માં નિવાસે પગલાં કરવા પધાર્યા હતા. ત્યારે કહ્યું કે સત્કાર્યો જે પણ કરી લેવાં છે એ આજે અને અત્યારે જ કરી લેવા જેવાં છે કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. આયુષ્ય કદાચ લાંબું હોય તો ય પુણ્યકર્મનો ભરોસો નથી અને પુણ્યકર્મ જીવનના અંત સમય સુધી મજબૂત જ કદાચ રહેવાનું હોય તો ય આપણા ખુદના મનના શુભ ભાવોનો કોઈ ભરોસો નથી. જીવન વંદનીય લાગતાં સન સંત અને પ્રભુને અનુકરણીય બનાવી દો. જીવન સફળ બની જશે.
ધર્મને જીવનમાં અમલી બનાવવો જ હોય તો તાત્કાલિક શુભ વિચારને વિભાગ-૧૦
૨૮૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org