________________
દર્દે તેમને હતાશ કરી નાખ્યા અને તેમનું શરીર પણ ખૂબ નબળું થઈ ગયું. છતાં તેમને એમ કે હું કામ પર ચઢી જાઉં તેવો ક્યારે થઈશ ? શું આજના વિજ્ઞાને આટલી શોધ કરી છે, તે પણ કામ નહિ આવે !
ત્યારે મને ધર્મ-વિજ્ઞાનથી જવાબ મળતો કે આ તો અશાતાનું પૂર્વસંચિત કર્મ ઉદયમાં આવ્યું છે, તેમાં વિજ્ઞાનના બાપ પણ પહોંચી ન શકે. મૃત્યુ જિતાય નહિ અને જીતે તે જિનેન્દ્ર હોય છે, જે ધર્મ-વિજ્ઞાનના સર્વોચ્ચ સ્થાને છે. સામાન્ય માનવ પરિસ્થિતિને આધીન હોય છે.
યદ્યપિ ખાસ સુધારો જણાતો ન હતો, છેવટે અમે લગભગ જૂન માસમાં પાછા ફર્યા. હું લંડન એક માસ રોકાઈને ગઈ. તેઓ અમદાવાદ પહોંચ્યા. એકાદ માસ કંઈક ઠીક લાગ્યું. પરંતુ આ રોગના નિષ્ણાત ડૉક્ટરે તો હાથ ઊંચા કરી જ દીધા હતા. લોહી આપવા વગેરેની ક્રિયાઓ ચાલુ હતી. આમ છતાં તેઓ મૃત્યુ તરફ જઈ રહ્યા હતા તે નક્કી હતું. - છેવટે ડૉક્ટરે કહ્યું કે “હવે પંદર દિવસથી વધુ સમય જશે નહિ. નિરંજન મોટા વકીલ છે, વળી કેટલાંક વ્યવહારિક કાર્યો પણ મુલત્વી રાખ્યાં હોય માટે તમારે તેમને જણાવવું જોઈએ. અને દક્ષાબહેનને પણ જાણ કરવી જોઈએ.'
અમારા માટે આ કટોકટી હતી. પરંતુ અમારા કુટુંબમાં અમારા ભાણેજ જમાઈ ડૉ. સુરેશ શાહ તબીબી કાર્ય માટેના સલાહકાર હતા, અમારી સંભાળ રાખતા. છેવટે તેમણે નિરંજનને આ વાત કહી. વાત મુશ્કેલ હતી, કોઈ માણસને કહેવું કે તારું અમુક દિવસે મૃત્યુ છે તે સંસાર સંબંધે ઘણું દુ:ખદાયક છે.
નિરંજન એ સાંભળીને શાંતિથી બોલ્યા : “ભલે'. દક્ષાને પણ વાત કરી તે ઘણી અસ્વસ્થ થઈ ગઈ. જોકે નિરંજન શારીરિક વેદનાથી મૂંઝાયેલા હતા. વળી સુરુભાઈએ એ પણ કહ્યું કે તમારે કોઈને કંઈ કહેવા કે લખવાનું હોય તો તે પણ વિચારવું પડશે. તેઓ હજી સ્વસ્થ હતા. તેમના મિત્ર વકીલને બોલાવ્યા. જે કંઈ વ્યવહારિક વિધિ હતી તે સ્વસ્થચિત્તે પતાવી. જાણે હવે તેમણે સ્વીકારી લીધું કે જવાનું નક્કી જ છે. છેવટે કાળની ફાળ, નિરંજનની ચિરવિદાય :
જે કંઈ સારવાર હતી તે ચાલુ હતી. પરંતુ તે બધું શરીરને સાથ આપતું ન હતું. છેવટે કાળની ફાળ ભરાઈ, ઑગસ્ટની તા. ૧૦ ના રોજ સવારે અમે સૌ ધીમા અવાજે નવકાર મંત્રનું રટણ કરતાં હતાં, ત્યારે ૪૫ વર્ષની વયે નિરંજને આ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. વિભાગ-૧૧
ર૯૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org