________________
સૂત્ર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ કરવા પ્રેરણા આપી. કારણ કે બાળવયમાં શીખેલું ઘણું ભુલાઈ ગયું હતું. એટલે પચિદિયસૂત્રથી શરૂ કરવાનું હતું. શોકગ્રસ્ત જીવનમાં જો શુભ પ્રવૃત્તિ ન હોય તો આર્તધ્યાનથી જીવન વિષાદમય બની જાય.
મને એમ હતું કે થોડો વખત માનવસેવાનું કામ કરે અને થોડો વખત અભ્યાસ-સત્સંગ કરે. તેણે તેના મિત્રોને વાત કરી અને લગભગ પંદર જેટલાં બહેનો ભેગાં થયાં. સૌએ અભ્યાસ શરૂ કર્યો. લગાતાર પાંચ વર્ષમાં ઉપર મુજબ અભ્યાસ કર્યો. જોકે તેમાં માનવસેવાનું કાર્ય ગોઠવાયું નહિ, ખેર.
હું તેને કહેતી, “વૈધવ્યમાં મેં ઘણું આર્તધ્યાન કર્યું છે, તેથી મારે તને આર્તધ્યાનથી શક્ય તેટલી દૂર રાખવાના ભાવ હોવાથી તેને ધંધાને બદલે આત્માર્થ તરફ લઈ જવા દોરવણી આપું છું. તારું સદ્ભાગ્ય છે કે તને સ્વરુચિ થઈ અને આ માર્ગે પ્રયાણ કર્યું.”
આમ આત્મકલ્યાણને માર્ગે તેનું જીવન વહેતું હતું. ત્યાં પૂર્વકર્મ સંચિત અશાતાના ઉદયે તેને છાતીનું કેન્સર થયું. ધર્મના બોધથી રસાયેલું મન હોવાથી તેને અતિ લોભ ન થયો. નિરંજનના કેન્સરનો હેવાલ વાંચીને ગભરાઈ ગઈ હતી. પોતાના દર્દનો હેવાલ સ્વસ્થતાથી સ્વીકારી લીધો. મને કહે તમે મા છો પણ ફિકર ન કરતાં મારા મનમાં ભગવાન વસ્યા છે. જે કંઈ થશે તે સારું જ થશે.
વળી તે દિવસોમાં પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનાં તથા શ્રી રત્નસુંદરજીનાં આશીર્વચન મળ્યાં. નિદાન પ્રમાણે ઑપરેશન થયું. કેન્સરનું દર્દ ભયંકર છે, તેની સારવાર પણ ભયંકર છે. કિમોથેરેપીની દારુણ વેદનામાંથી શાંતિથી પસાર થઈ. કર્મના ઉદય આમ જ ભોગવાય તેવું દઢ મનોબળ હતું. અને નવકારમંત્રનું શરણ હતું એટલે સમતાથી સમય પસાર થયો.
ક્યારેક આંતરિક મૂંઝવણ થાય ત્યારે ભક્તિની શ્રદ્ધાથી ટકી જતી. મિત્રો સત્સંગી હતા એટલે વાતાવરણમાં તેની સુવાસ હતી.
સ્વજનો કે પુત્રો પાસે એ વિષે બહુ ચર્ચા ન કરતી. ડૉક્ટર કહે તે બધા ઉપાય કરતી. રમોના-અતુલે પણ તેની ખૂબ સંભાળ રાખી. વળી ત્રણ વર્ષ પછી દર્દની કંઈ અસર થઈ ત્યારે પણ એ જ સમતાથી સ્વીકારી લીધું અને સારવાર લીધી. સત્સંગી મિત્રો આવતા, ભક્તિપદો ગાતાં આમ તેનો સમય સાત્ત્વિક રીતે પસાર થતો હતો. પોતે સ્વસ્થ રહેતી એટલે કુટુંબીજનોને પણ સ્વસ્થતા રહેતી. વિભાગ-૧૧
મારી મંગલયાત્રા
૨૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org