________________
આ દિવસોમાં મારે અમેરિકા જવાનું થયું. તે કહેઃ “મારા નિમિત્તે સત્સંગમાં અંતરાય ન કરતા. અહીં દીકરા, વહુ, ભાઈ, ભાભી અને મારા મિત્રો છે. તમે જરાય ફિકર ન કરતા.” અને હું અમેરિકા ગઈ. યદ્યપિ મનમાં દક્ષાની તબિયતનો વિકલ્પ ઊઠતો. ત્યાં વળી ત્યાંના મિત્રોએ ફોનનાં કાર્ડ આપ્યાં, આથી દર ત્રીજે દિવસે તેની સાથે વાત કરતી હતી. જોકે તેને દસ દિવસમાં સારું થયું હતું. આજ સુધી દરદ તો છે, સારવાર લે છે, સાથે ભક્તિ, સત્સંગ અને સંતસમાગમથી પ્રસન્ન રહે છે.
આ દર્દ થયું તે પૂર્વે દક્ષાની પ્રેરણાથી તેના થોડા મિત્રો સત્સંગમાં તેની સાથે જોડાયા. આથી તેમની મંડળીએ લગભગ દસ વર્ષમાં યાત્રાઓનું આયોજન કર્યું. તેમાં લગભગ પૂરું રાજસ્થાન, ગુજરાત, ઘણુંખરું મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોની દર્શનયાત્રાઓ અમારા સત્સંગ મંડળે સુંદર રીતે કરી. આ દરેક યાત્રામાં વડીલ જેવા ધર્મપ્રેમી શ્રી પદ્માબહેન અરવિંદભાઈ સાથે આવતાં. અરવિંદભાઈ શંખેશ્વરતીર્થના ટ્રસ્ટી હોવાથી અમને દરેક તીર્થમાં આદરભાવ અને ખૂબ સુવિધાઓ મળતી. પદ્માબહેન વડીલ તરીકે સૌની સંભાળ રાખતા. મારા પરના અહોભાવથી બધી જ ચર્યાની સંભાળ લેતા. પડછાયાની જેમ સાથે રહેતા. ત્યાર પછી નાની મિત્રમંડળીએ અમદાવાદનાં શહેરના દેરાસરોની યાત્રા પૂર્ણ કરી. આ કારણે તેનામાં ભક્તિયોગ વિકાસ પામ્યો, તેમાં તેના આત્માને ખૂબ શાંતિ મળી. સત્સંગ દ્વારા સમતા કેળવાતી ગઈ. નાનું મોટું તપ થતું ગયું.
ભક્તિપદો શીખવાનો યોગ પણ મળી રહેતો, સત્સંગ તો હતો જ. પોતે પણ સ્વાધ્યાય કરાવે છે. આમ દુઃખદ પરિસ્થિતિને ગૌણ કરી આત્મકલ્યાણનો માર્ગ પકડી લીધો. આરંભાદિ કાર્યો ગૌણ થઈ ગયાં. પુન: નંદિયશાજીનો બોધ મળ્યા કરતો. આવું દર્દ છતાં હજી પણ ક્યાંય નવા તીર્થની વાત સાંભળે કે મિત્રોને લઈને દોડી જાય.
એના મનમાં સદાય પ્રભુદર્શનની ઝંખના રહે. કેન્સરનું દર્દ છે, થોડી તકલીફ થાય પણ તીર્થયાત્રાનું તેને જબરું ઘેલું છે. એ કહે છે કે જાણે હજારો પ્રભુની પૂજા કરું ને પાવન થાઉં !
તેના ગુરુજી કહેતા, “દક્ષા, નિરંજનનું મૃત્યુ તને ધર્મની ભેટ આપી ગયું છે, હવે તું પાછી ન પડીશ. હું હવે શિષ્યાઓ કરતી નથી પણ તારા માટે એક જગા રાખી છે.”
દક્ષા કહેતી : ““મારાં ભાગ્ય ઊઘડ્યા છે પણ મારી તાકાત તમારું વચન (ચારિત્રધર્મ) પાળવાની નથી. કેળવાય તેમ આશા રાખું છું.” મારી મંગલયાત્રા
રહ્યું
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org