________________
અંતિમ વિધિ માટે શબવાહિનીમાં વિદાય થઈ. હું પણ ઘડીભર હાલી ગઈ કે આ શું બન્યું ? અતુલ પણ ઘણો વ્યથિત થઈ ગયો હતો.
એ જ પુનરાવર્તન? ચાર વર્ષની ઉંમરે મેં માની ગોદ ગુમાવી હતી. દક્ષાએ ચાર વર્ષે પિતાનો ખોળો ગુમાવ્યો હતો. મેં ભરયુવાનીમાં પતિનું દુઃખદ અવસાન જોયું, વેક્યું. દક્ષા પ્રૌઢ હતી ૪૨ વર્ષની, પણ એ જ પુનરાવર્તન થયું ? દક્ષાની દશા દયનીય બની ગઈ.
જ્ઞાનીઓ કહે છે : ઓહ! વિશ્વ આખું પરિવર્તનશીલ છે. સીમા માનવી આંકી શક્તો નથી. જીવનની રોજની પ્રક્રિયાથી માંડીને જંતુ આદિ સૌ જન્મમરણનું પુનરાવર્તન કર્યા કરે છે. જ્ઞાનીઓએ તેમાંથી જ સંશોધન કરી વૈરાગ્યની ચાવી વડે નિવણની પ્રાપ્તિ કરી. જેથી જન્મમરણનું પુનરાવર્તન સમાપ્ત થાય. તે જ્ઞાનીજનોએ બોધ તેમજ કર્યો.
ત્યાર પછી હું નિવાસે આવી. સ્નાનાદિથી પરવારી દક્ષા પાસે જવા બહાર નીકળતી હતી. નિવાસે રોજ બપોરે ૩ થી ૪ સ્વાધ્યાયના વર્ગો ચાલતા હોય છે. જે બહેનોને ખબર ન હતી તે બહેનો આવી ગયાં. તક્ષણ મને લાગ્યું કે આ પણ યોગ્ય થયું, એક કલાક સત્સંગથી મારું મન વિશેષ સ્વસ્થ થશે, અને બળપ્રેરક થશે. એટલે રોજની જેમ સ્વાધ્યાય સ્વસ્થ ચિત્તે કર્યો, અંતરમાં કંઈક છૂપી વેદના જરૂર હતી. પરંતુ એ એક કલાક બળપ્રેરક તો બન્યો જ. વીતરાગની વાણીમાં કેટલું યોગબળ છે તે ત્યારે સમજાયું. અને કરેલા સત્સંગનું માહાભ્ય વિશેષપણે અનુભવ્યું.
દક્ષાની સ્થિતિ સ્વાભાવિકપણે ઘણી નાજુક હતી. તેમનું જીવન સાંસારિકપણે સુખદ હતું. બે દીકરા ૧૧ થી ૧૪ વર્ષના હતા. લોકઅભિપ્રાયે કાચો સંસાર હતો, અન્ય આર્થિક સંપન્નતા હતી. આમ જીવને એમ થાય કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. ત્યાં જ અશુભના યોગે ધારેલું ધૂળ થઈ જાય તેવી દશા હતી.
સ્વજનના મૃત્યુ પછી કંઈ સંસારનો વ્યવહાર અટકી જતો નથી, તેનો ક્રમ ચાલતો જ રહે છે. એમ દક્ષાના જીવનનો વ્યવહાર ચાલતો હતો. સમસ્યાઓ ઊભી થતી, વળી સમાધાન થતું. બે દીકરાઓને હજી ભણાવવાના હતા; વ્યાપાર-ધંધે ચઢવાની એક દશકાની વાર હતી. દક્ષા પાસે વકીલાતની સનદ હતી. સૌની સલાહ હતી કે દક્ષા હવે વકીલાત કરે ત્યાં સુધી દીકરા તૈયાર થશે. અને દક્ષા પણ પ્રવૃત્તિમાં રહી ટકી શકશે. દક્ષા હજી નિર્ણય પર આવી ન હતી.
આવી ચર્ચાઓ કુટુંબમાં અને મિત્રોમાં ચાલતી હતી. એક દિવસ વિભાગ-૧૧
૨૯૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org