________________
અમેરિકાનો સકારણ પ્રથમ પ્રવાસ
દીકરી-જમાઈ સાથેનો વ્યાવહારિક પ્રસંગ :
૧૯૮૯માં અમેરિકા પ્રથમ વાર જવાનું પ્રયોજન તો વ્યવહારિક કારણથી હતું. દક્ષાના પતિ (જમાઈ) નિરંજનને કેન્સરનો વ્યાધિ થયો. તેમને અમેરિકા લઈ જવાનું નક્કી કર્યું. દક્ષાને મદદરૂપ થવા અને મનોબળ ટકે તે માટે કોઈએ સાથે જવું એમ નક્કી થયું. નિરંજનનાં માતા-પિતાને અનુકૂળ ન હતું. તેથી મારે જવાનું થયું.
અમારે સૌને લોસ એંજલીસમાં નિરંજનનાં બહેન-બનેવીના નિવાસે રહેવાનું હતું. કોબા આશ્રમના નિવાસ સમયે અહીં રહેતા કોઈ સત્સંગી મિત્રોનો પરિચય થયો હતો. આથી પુણ્યયોગ કે ગુરુકૃપાથી ત્યાં મને સત્સંગ-સ્વાધ્યાયનો યોગ મળી ગયો.
૧૯૮૯ના માર્ચમાં અમે ત્યાં પહોંચ્યા. લોસ એંજલીસમાં રહેતાં ડૉ. મણિભાઈ અને સવિતાબહેન મહેતા તેમના પરિચિત હતાં, તેથી નિરંજનને મળવા આવ્યા. તેઓ મને પણ ઓળખતાં હતાં. દંપતી પરોપકારજીવી, સાત્ત્વિક અને સત્સંગ પ્રેમી હતાં. તેમણે ત્યાંના સેન્ટરમાં દર ગુરુવારે સૌપ્રથમ મારા સ્વાધ્યાય ગોઠવી દીધા. તેઓ મને લઈ જતા અને બીજે દિવસે હોસ્પિટલે જતાં મૂકી જતા. ડૉ. શ્રી મણિભાઈ નિષ્ણાત ડૉક્ટર છે. સમાજમાં આ દંપતીનું અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.
- ત્યાર પછી બીજી બે-ત્રણ જગાએ ખબર મળ્યા, એથી ન્યૂજર્સી, ડીટ્રોઇટ વિગેરે સ્થળે પણ અનુકૂળતાએ સ્વાધ્યાયનો કાર્યક્રમ સારી રીતે થયો. નિરંજનને કંઈ સારું જણાય ત્યારે આવા કાર્યક્રમ થયા તે કારણે અમેરિકામાં સૌનો પરિચય થયો.
અમારે બે-ત્રણ માસ રોકવાનું હતું. નિરંજનની માંદગી જીવલેણ હતી. અમદાવાદના ડોકટરોએ છ માસની અવધિ બતાવી હતી. પરંતુ માનવે આશાવાદી છે. એક તક લેવા ત્યાં જવાનું બન્યું હતું. તેમના બહેન ડૉક્ટર હતાં તેથી બધું ગોઠવાઈ ગયું. પરંતુ કંઈ સુધારો જણાતો ન હતો. તેમની સારવારમાં સહાય કરતી. વળી કોઈ વાર પ્રાર્થના કરતાં, ઘરના કામમાં પણ મદદરૂપ થતી.
નિરંજન સ્વભાવે પરગજુ. હાઈકોર્ટના પ્લીડર તરીકે ખૂબ ખ્યાતિ હતી. ખૂબ કર્તવ્યનિષ્ઠ હતા, તેવા જ બાહોશ હતા. પણ મેં જોયું કે આ
મારી મંગલયાત્રા
૨૮૯
વિભાગ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org