________________
સંપત્તિહીન દરિદ્ર માણસ ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણનારો હોય તો તેની પ્રાપ્તિના ઉપાયને છોડીને બીજી પ્રવૃત્તિ કરે નહિ, જો કરે તો તે ચિંતામણિને જાણનારો નથી.
તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ અશુદ્ધ અવસ્થાના દુ:ખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતો હોય તો તે અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે નહિ.
એના ઉપાયનું નામ સમ્યગ દર્શનાદિ ક્રિયા છે. તથા શુદ્ધ અશુદ્ધ અવસ્થાનાં સ્વરૂપનું સાચું જ્ઞાન તે સમ્યગૂ જ્ઞાન છે.
મોક્ષ હો કે સંસાર હો પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં જ્ઞાન ક્રિયા પરસ્પર મળેલા છે.
1 - પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org