________________
કોઈ જગાએ પ્રસંગોપાત્ત મારો સ્વાધ્યાય હતો, તેઓ ત્યાં ઉપસ્થિત હતાં. ત્યારે મને પરિચય થયો. વળી મારા જાણવામાં આવ્યું કે તેઓ તો વીસ બાવીસ જેવા કલાક મૌન રાખે છે. કોબા કેન્દ્ર છૂટ્યા પછી મારી મૌન આરાધના વિક્ષેપ થઈ હતી. પર્વ તિથિએ દસ સામાયિક નિવાસે કરું. આથી મને તેમનો પરિચય રુચિ ગયો. એથી કોઈ પર્વતિથિમાં હું તેમની સ્થિરતા હોય ત્યાં પહોંચી જતી, દેશાવગાસિક (દસ સામાયિક) મૌનથી કરવામાં ઘણી સરળતા રહેતી.
વળી સામાન્ય દિવસોમાં દર માસે એક વાર તેઓની પાસે જાઉં. લગભગ તેઓ મારી પાસે કોઈ ગ્રંથ વંચાવે. સ્વભાવે સરળ અને નમ્ર, પ્રસન્નતા તો તેમને વરેલી. એક વાર મેં તેઓની પ્રસન્નતાનું કારણ પૂછયું. કહે કે “હું વિશ્વમાં સૌ ચૈતન્યના કલ્યાણની ભાવના કરું છું એટલે મારું મન પ્રસન્ન રહે છે.”
આપે આટલા કલાક મૌન કેમ લીધું છે ?
મારાથી તપ કે શાસ્ત્રાભ્યાસ થતો નથી. એટલે પૂ. આચાર્યશ્રીએ મને બે કલાક મૌન આપ્યું હતું. તેમના આશિષથી વૃદ્ધિ થતાં આજે બાવીસ કલાક સરળતાથી મૌન થાય છે.”
ત્યારે શું કરો ? મને પણ શિખવાડો.
“શ્વાસ સાથે નવકાર, અન્ય જપ, સમોવસરણની રચનાનું માહાભ્યા અને ચિંતન, સર્વ જીવોના કલ્યાણની ભાવના, પરમાત્માની અત્યંત અહોભાવથી ભક્તિ, સ્વાત્માનું ચિંતન. વળી અમારી રોજની આવશ્યક ક્રિયાઓ પણ હોય.
જો કે તેઓએ કોઈ અનુભવી પાસે ચક્રોની શક્તિ પણ જાણી છે. એટલે તે રીતે ઊંડાણથી ધ્યાન કરે છે. મૌનમાં તેમની એ શક્તિથી સદા - પ્રસન્ન હોય છે.
હાલ પગની તકલીફથી અમદાવાદમાં સ્થાયી થયાં છે. પરંતુ તેમની મૌન સાધના અવિરત ચાલે છે. ફક્ત સાંજે ૪ થી ૬ નક્કી સમયે જ મૌન છોડે છે. પાંચતિથિ પૂર્ણ મૌન પાળે છે. ધન્ય છે મીનીજીને !
સવિશેષ અમે પૂ. પંન્યાસજીના “આત્મઉત્થાનનો પાયો' ગ્રંથનો સ્વાધ્યાય કરતાં. જેથી વંદનાર્થે આવેલા ભાવિકો તેનો લાભ લઈ શકતા. આમ સાધુજનોનો સુભગયોગ આ કાળમાં મહપુણ્ય છે.
વિભાગ-૧૦
૨૮૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org