________________
ગ્રંથોની રચના તેઓએ કરી હતી. શબ્દ-વ્યાકરણમાં નિપુણ હતાં. પ્રારંભમાં તે સમયે તેઓને ગ્રંથપ્રકાશનમાં મુશ્કેલીઓ નડી હતી. પરંતુ તેઓ શાસનસેવાના ભાવથી તે કાર્ય કરતાં રહ્યાં.
મેં જ્યારે “જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય” લખવાનું શરૂ કર્યું ત્યારે તેની કઠિનાઈનો મને ખ્યાલ ન હતો. વળી મને એમ કે કોઈ સાધુમહાત્માની સહાય મળી રહેશે. વળી એ મારું સ્વતંત્ર લખાણ ન હતું. પરંતુ અન્યત્રથી સંગ્રહ કર્યો હતો. લખાણ તૈયાર થયું. લગભગ ૪૦૦ જેટલાં પાનાં, શબ્દો પણ ત્રણ હજાર જેવા ખરા.
મેં એક-બે પરિચિત આચાર્યશ્રીને આ લખાણ બતાવ્યું કે મને આપના કોઈ શિષ્ય પાસે આનું સંશોધન કરાવી આપો. મને જવાબ મળ્યો કે આ કામ માટે વ્યાકરણની જાણકારી જોઈએ. અન્ય ગ્રંથોની જરૂર પડે. તેથી આ કામ કરવાનું અમારા શિષ્યોથી બનશે નહિ. વળી એક એવા વિદ્વાન સાધુ મળ્યા પણ તેમણે કહ્યું કે આ પુસ્તક વેચાણમાં ન મુકાય તો જ મારાથી બનશે.
પુસ્તક જૈન પ્રકાશન જેવા રાખે એટલે વેચાણ થાય. જ્ઞાનભંડારોમાં કે અન્યત્ર ભેટ મુકાય. આથી મારું કામ મુશ્કેલીમાં પડ્યું.
એક વાર પાલીતાણા હતી. ત્યાં એક મહારાજશ્રીને મળી, તેમણે તેઓનું નામ સૂચવ્યું. ત્યારે તેઓ પણ પાલીતાણા હતા. તેમણે દસ પંદર દિવસમાં આ કામ સરળતાથી જોઈ આપ્યું. તેઓનો મને પરિચય હતો એટલે અમે અન્યોન્ય સભાવ ધરાવતા હતા.
તેઓ ટૂંકમાં બોધ આપતા. ધર્મ સાચી ભાવનાથી કરો. ક્લેશથી દૂર રહેવું. શાસ્ત્રાભ્યાસ કરીને ચિત્તની શુદ્ધિ કરવી. તેઓ સ્વયં સ્વાધ્યાયમાં રત રહેતા. મારા પર તેમનું ઋણ હોવાથી તેમને કેમ ભૂલી જવાય. હાલ તેઓ કાળધર્મ પામ્યા છે. પૂ. સાધ્વીશ્રી નયપ્રભાજી (મૌની) :
અગાઉ જણાવ્યું તેમ સાધુસમાજમાં તમારો સંપર્ક થાય એટલે તમને તેવા યોગ મળ્યા જ કરે. પૂ. નયપ્રભાજી, સ્વ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રકરસૂરિજીના આજ્ઞાવર્તી છે. બંને બહેનો બાળવયમાં દીક્ષિત થયાં હતા. સવિશેષ તેઓ ગ્રામવિસ્તારમાં વધુ રહેતા કે જ્યાં આરાધનાનો પૂરતો યોગ મળી રહે. તેમની પાસે આવનારને સૂત્ર કે નવકારમંત્રનું અનુસંધાન લઈને ઘણું સંક્ષિપ્ત સમજાવે. મારી મંગલયાત્રા
૨૮૫
વિભાગ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org