________________
તેઓની સાધના શૈલીમાં મુખ્યતા એ હતી કે “સ્વભાવ આશ્રયે ધર્મ એ સાચી સાધના છે. બહારમાં જે જે કાંઈ ક્રિયાનું આલંબન હોય તે ભૂમિકા પ્રમાણે થતું રહે ત્યારે પણ દૃષ્ટિનું જોર સ્વભાવ પ્રત્યે કે તે જ ધર્મ છે. માટે પ્રથમ તો સ્વ અને પરનો ભેદ જાણો. સ્વભાવ સાથે અભેદ અને પરથી ભેદ જ્ઞાન એ સાધના છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પરંતુ અનુભવજ્ઞાનથી જ નિવેડો છે. માટે કોઈ પણ સાધનાનો ધર્મ અને મર્મ સ્વભાવના કે સ્વરૂપના આલંબનથી જ થઈ શકે.”
તેઓ કહેતા : પ્રથમ ભૂમિકામાં બાહ્ય આલંબનમાં વીતરાગની મૂર્તિ, (દિગંબર) નિગ્રંથ ગુરુ અને સ્વભાવરૂપ ધર્મ એ શ્રદ્ધાના બળે વ્યવહાર-ધર્મ સાચો કહેવાય. એ સિવાય વ્યવહારધર્મ પણ ખોટો છે. તો નિશ્ચયધર્મ તો દૂર જ માનવો. દેહથી ભિન્ન એવા આત્માનું ચિંતન કરો, મનન કરો. તેનો વારંવાર પ્રયોગ કરો. જેની ભેદજ્ઞાનની પ્રખરતા છે તેવા જ્ઞાનીજનોના સંપર્કમાં રહેવાથી સ્વરૂપદષ્ટિ કેળવાશે. તે સિવાય જે કાંઈ કરશો તેનાથી સ્વભાવાલંબન નહિ આવે. ભૂમિકા અનુસાર દર્શનપૂજન-સામાયિક-સ્વાધ્યાય હોય પણ તે સર્વેના મૂળમાં તો વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને સ્વભાવરૂપ ધર્મના દઢ શ્રદ્ધાન અંગેનો નિર્ણય થવો જોઈએ, તેના આધારે નવતત્ત્વોને શ્રદ્ધાન પણ સાચું ઠરે છે.
ગોકુળભાઈ વયમાં તો નાના છે પણ જ્ઞાનવૃદ્ધ છે. તેમને શ્રી સમયસાર - શ્રી નિયમસાર જેવા ઉત્તમ ગ્રંથોનો ઊંડો અભ્યાસ છે. તેમની પાસે એ ગ્રંથોનો અભ્યાસ કરવાનો મને પણ ઉત્તમયોગ થયો. તત્ત્વની શ્રદ્ધામાં જરાપણ માંડવાળ ન કરે. પ્રશ્નોનું નિરાકરણ સમતાથી અને શાસ્ત્રના આધારે જ.કરે. શાસ્ત્રોના સિદ્ધાંતોનું તેમનું અવલોકન દઢ છે. ચર્ચાવિચારણા તેના આધારે જ કરતા હોય છે.
તેઓનો નિવાસ અમદાવાદમાં છે. એટલે અત્રે તથા અન્ય સ્થળોમાં તેમના સ્વાધ્યાય-શિબિરનું આયોજન થતું હોય છે. જોકે તેઓ બાહ્ય પ્રવૃત્તિમાં અતિ અલ્પ સમય માટે જતા હોય છે. નિવૃત્તિસ્થાનમાં ન ગયા હોય ત્યારે તેમના નિવાસે પણ તેઓ એકાંતમાં વધુ સમય રહેતા હોય છે. પ્રાયે એકાસણાનું તપ હોય છે.
એક વાર હું દિવાળીમાં લગભગ ૨૦૦૧માં ગઢના પહાડ પર દિગંબરના મંદિરના સ્થાનમાં તેમની નિશ્રામાં રહી હતી. બે વાર સ્વાધ્યાય આપતા; તે સિવાય એકાંતમાં મૌન સાધના કરતા. એક વાર ગુફામાં તે અને એક બીજા ભાઈ ધ્યાનમાં બેઠા હતા. પેલા ભાઈને પાછા આવેલા મારી મંગલયાત્રા
રર૯
વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org