________________
પરદેશની સત્સગયાત્રાનો પ્રારંભ : આફ્રિકાના દેશોની સત્સગયાત્રા
શ્રીમદ્ રા. સા. કેન્દ્રમાં પૂ. શ્રીના સમાગમ માટે પરદેશથી મુમુક્ષુઓ આવતા. આફ્રિકા-કેન્યાથી શ્રી સોમચંદભાઈ શાહ આવેલા તેમણે પૂ શ્રીને નાઇરોબી સત્સંગ યાત્રાનું આમંત્રણ આપ્યું હતું. પૂ. શ્રીને તે સમયે અનુકૂળ ન હોવાથી તેઓશ્રીએ મારું નામ સૂચવ્યું. પૂ.શ્રીના આદેશ અને સહકારથી સૌ પ્રથમ ૧૯૮૪માં મારી આફ્રિકાના નાઈરોબી વિગેરે સ્થળોએ સત્સગયાત્રા ગોઠવાઈ હતી. ત્યારે ઈન્દુબહેન ધાનકનો ભક્તિ-કાર્યક્રમ સાથે ગોઠવ્યો હતો.
- ૧૯૮૪ના એપ્રિલમાં અમે કેન્યા નાઈરોબી પહોંચ્યા. લગભગ ૫૦ જેવા સંત્સંગીઓ એરપૉર્ટ સ્વાગત માટે આવ્યા હતા. જયસોમ ભવન પહોંચ્યા ત્યારે ગીતો ગવાયાં. ઉમળકાભેર અમે સૌના આવકારને માણ્યો.
નાઇરોબી મોટું દેરાસર છે. જૈનોની વસ્તી પણ ત્રણ હજાર ઉપરાંત હતી. સવારે રોજ ૧૦ થી ૧૨ દહેરાસરની મહાજનવાડીમાં “નતત્ત્વજ્ઞાન પ્રવેશિકા.” પૂ. શ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજીનું હતું તેના વર્ગો બે સપ્તાહ ચાલ્યા. લગભગ રપ૦-૩૦૦ જેવા ભાઈ-બહેનો રોજે લાભ લેતા હતા. અહીં સૌ પ્રથમ જ આ વર્ગોનો કાર્યક્રમ થયો હતો. આથી સૌનો ઉત્સાહ હતો.
સાંજે શ્રી ઈન્દુબહેન ધાનક દ્વારા એક કલાક ભક્તિ અને એક કલાક મારો સ્વાધ્યાય હતાં. તેમાં બાર ભાવનાનો વિષય કેટલાંક દૃષ્ટાંતો સાથે હોવાથી જિજ્ઞાસુઓને રુચિકર થયો હતો. રોજે લગભગ ૭૦૦ ઉપરાંતની સંખ્યામાં સૌએ લાભ લીધો હતો.
વળી કેટલાક સત્સંગી મિત્રોની ભાવના દરેકના ઘરે સવારે સ્વાધ્યાય અને સ્વામીવાત્સલ્યની રહેતી, આથી ૧૫૦/૨OO જેવા સત્સંગીઓને અમારી સાથે આમંત્રણ આપી ખૂબ ઉત્સાહથી સ્વાધ્યાય પછી ભોજનનો કાર્યક્રમ રાખતા. કુલ ૨૧ દિવસનો કાર્યક્રમ સાનંદ સંપન્ન થયો.
તેમાં વચ્ચે બે દિવસ સફારીમાં જવાનું હતું. ત્યાં હાથીનાં ટોળાં જોવાનાં, વાઘ-સિંહને નજીકથી જોવાના, એમ પર્યટન ગોઠવ્યું હતું. પણ મારે તો નિયમ હતો કે આવાં સ્થળોમાં જવું નહિ. વળી બિચારાં જે પ્રાણીઓ પશુજીવનની પરાધીનતામાં જીવતાં હોય તેમને જોઈને આપણે ખુશી મનાવવી તે તો હિતાવહ નથી.
સોમચંદભાઈ કહે કે ““ત્યાં સાંજે તો ભક્તિ, સ્વાધ્યાય રાખ્યાં મારી મંગલયાત્રા
૨૪૩
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org