________________
પૂર્ણાહુતિ થઈ.
મેં ભેટ જેવો વ્યવહાર રાખ્યો ન હતો છતાં સૌના પ્રેમવશ કંઈક ભેટનો સ્વીકાર કર્યો. નેમુભાઈ કહે : ““તમારો ભેટ નહિ લેવાનો નિયમ છે ને ? અમારો આપવાનો નિયમ છે.” બીજે દિવસે સવારે ભાવભરી વિદાય લીધી. જે બીજા વર્ષની યાત્રાના આયોજન સાથે હતી. ૧૯૮૫ની સત્સગયાત્રાના સ્વાધ્યાય અને શ્રી પર્યુષણપર્વની આરાધનાની અપૂર્વતા સૌને સ્પર્શી થઈ. એટલે તરત જ બીજા વર્ષનું શ્રી પર્યુષણ આરાધનાનું આયોજન પણ તેઓએ નક્કી કરી દીધું.
કોબા સાધના કેન્દ્રમાં શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે પૂ. શ્રીની હાજરી અનિવાર્ય હોવાથી ૧૯૮૪ પછીના ૧૯૮૮ સુધી દર વર્ષે શ્રી નેમુભાઈ વિગેરેના આયોજનથી શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે મારે જવાનું થતું હતું. શ્રી પર્યુષણમાં કલ્પસૂત્ર-વાંચન અને અન્ય દિવસોમાં શાસ્ત્ર-વાંચન થતું. વળી રોજ સવારે શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત અને ભક્તિ કોઈ સત્સંગીઓના નિવાસે થતી. આવા વિવિધ આયોજનથી સૌને સંતોષ થતો. પ્રવચનો લોકભોગ્ય બનતાં હોવાથી કેસેટો ઊતરતી અને તેના આધારે તે પ્રવચનોનું પુસ્તક સંસ્થા દ્વારા પ્રકાશિત થતું. તે પ્રકાશનનો અર્થ-સહયોગ લંડનના સત્સંગી મિત્રોનો રહેતો. આમ ૧૯૮૮ સુધી આરાધના અને સત્સંગ યાત્રા અન્યાય લાભદાયી નીવડી. શ્રી નેમુભાઈ ચંદરયાનું કુશળ વ્યક્તિત્વ :
શ્રી નેમુભાઈ ચંદરયા મૂળ જામનગરના વતની છે. ધંધાર્થે આફ્રિકાના દેશોમાં રહ્યા હતા. ત્યાર પછી હાલ લંડનમાં સ્થિર થયા છે. જોકે વ્યાપારાર્થે અન્ય દેશોમાં તેઓનો પ્રવાસ નિરંતર થતો હોય છે. સ્વબળે અર્થોપાર્જન તથા ઉજ્વળ કારકિર્દીમાં ઘણા નિપુણ છે. તેઓ મિતભાષી છે. ઘણું બોલવાને બદલે તે તે કાર્ય કંઈ સંકોચ વગર કરી લેવામાં હંમેશાં તત્પર હોય છે.
તેઓ ૧૯૮૪માં શ્રી રા.આ.સા.કેન્દ્રમાં પૂ. શ્રીની નિશ્રામાં લંડનના અન્ય મુમુક્ષુઓ સાથે સત્સંગ માટે આવ્યા હતા. તે સૌને આશ્રમની પ્રણાલી, પૂ. શ્રીનાં પ્રવચનો, મારો સ્વાધ્યાય વિગેરે રુચી ગયાં. તે જ દિવસોમાં તેઓ સૌએ નિર્ણય કર્યો કે પૂ. શ્રીની સત્સંગયાત્રા લંડનનાં વિવિધ સ્થાનોમાં યોજવી. આમ, નેમુભાઈ આ કાર્યના પણ પારખુ છે તે અનુભવ થયો.
લંડનના નિવાસ દરમ્યાન તેમની કાર્યકુશળતા, સેવાભાવ સાથે મારી મંગલયાત્રા
૨૫૩
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org