________________
જીવોમાં પણ તેઓએ નવકારનાં બીજ વાવ્યાં હતાં.
“આત્મોત્થાનનો પાયો' મને મળ્યો. મેં તેનું અધ્યયન કર્યું. પછી તેને અમદાવાદ તથા અમેરિકામાં ખૂબ ગાયો. બે-ત્રણ વર્ષ સુધી તેના ઉપર સ્વાધ્યાય થયા. બસો ઉપરાંત કુટુંબોનાં ઘરમાં એ વસ્યો. સૌએ તેને હાર્દિક ભાવે વધાવ્યો. એકસો પચીસ જેવી કેસેટો બની, તે ઘર ઘર ગુંજતી થઈ. આજે પણ ગુંજે છે.
આ કાળમાં મોક્ષમાર્ગની દુર્લભતા છે, છતાં તેમણે સરળ ચાવીઓ આપી કે પરંપરાએ જીવ મોક્ષમાર્ગી બની શકે તે છે “ચતુદશરણ ગમન, દુષ્કતગહ, સુકૃતાનુમોદન.” આ ચાવીઓને તેઓશ્રીએ પ્રગટ કરી જિજ્ઞાસુ
જીવો સુધી પહોંચાડી. અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળી પ્રરૂપિત ધર્મ સ્વીકારે તેનાં દુષ્કૃત્યો નાશ પામે, પુનઃદોષોથી બચતો રહે. તેના કારણે સુકૃત્યોનું અમોદન કરી સ્વયં તેવાં પદોને પ્રાપ્ત કરવા પાત્ર બને. તેઓ સ્વયં આ પાઠ-ભાવનાના નિત્ય આરાધક હતા.
તેઓશ્રીનો આ ગ્રંથ જ સ્વબોધ અર્થાતુ આત્મચિંતનથી પ્રારંભ થાય છે. તેની શરતોનો અનિવાર્ય સ્વીકાર થવો જોઈએ તો જીવને સન્માર્ગની પ્રાપ્તિ થાય. તે શરતો આ છે.
“મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે તે જ જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે એ જ પરમાત્મ સ્વરૂપને પામવાનો ઉપાય છે.”
દેહ દૃષ્ટિથી જોતાં હું દાસ છું. જીવદૃષ્ટિથી જોતાં હું આત્મા છું. આત્મદષ્ટિથી જોતાં હું પરમાત્મા છું.
મહદ્અંશે જીવો પુલભાવે વર્તે છે. તેથી તેને આત્મશક્તિનું ભાન નથી. આ આત્મદ્રવ્ય એટલું બળવાન છે કે તે ક્ષણમાત્રમાં આલોકપરલોકને જાણી શકે છે. આ શક્તિ તેનામાં ત્યારે જ પ્રગટે છે કે જ્યારે તેનામાં પૌગલિક આદિ કુતૂહલવૃત્તિ શમે છે.
મેરુપર્વત ગમે તેટલો ઊંચો હોય, સ્વયંભૂ સમુદ્ર ગમે તેટલો ગહેરો હોય તેનું માપ કાઢવાની કે જાણવાની શક્તિ આત્માના જ્ઞાનમાં રહેલી છે.
પર્વતના કઠણ પથ્થરો પાણીનો પ્રવાહ તોડી શકે છે. અરે ! છેક રેતીના કણમાં ફેરવી શકે છે. લોખંડનો કઠણ ટુકડો પાણીના સંયોગે કટાઈ ઘસાવા માંડે છે.
મારી મંગલયાત્રા
૨૭૧
વિભાગ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org