________________
“પ્રીત કિયે દુઃખ હોય” જો પૌગલિક પદાર્થોની પ્રીત છે તો તે સંયોગ-વિયોગે દુઃખદાયી થવાની છે. પરંતુ પ્રભુ સાથે પ્રીત કરી લે. પ્રભુ પરમ સુખી... તારો આત્મા પણ પરમ સુખી.
“મારગ સાચા મિલ ગયા' સ્તવનોના આધારે પ્રભુભક્તિનો અદ્ભુત પ્રવાહ રેલાવ્યો છે. પ્રભુનું માહાભ્ય ભાવપૂર્ણપણે પ્રગટ કર્યું છે.
જ્ઞાનસાર તો અતિ ઉત્તમ કોટિનું શાસ્ત્ર છે. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી કહેતાં દરેક સાધક, સાધુ, સાધ્વીજનોએ કંઠસ્થ કરવા જેવું છે. જ્ઞાનસાર કંઠસ્થ થાય તો તેના કષાયો મંદ પડે, ચારિત્ર નિર્મળ બને, શ્રદ્ધા-જ્ઞાન પરિપક્વ થાય. પછી સમતારૂપી આત્મા જ પ્રગટ થાય.
એક એક અષ્ટકમાં અમૃત ભર્યું છે. પૂર્ણતાથી પ્રારંભ કરીને વિવિધ ગુણાત્મક ભાવોથી ભરપૂર આત્મિક દર્શન કરાવ્યું છે. આવું અમૂલ સાહિત્યસર્જન તેમનું ચિરસ્મરણીય સ્મરણ છે. ભક્તયોગી પૂ. આચાર્યશ્રી યશોવિજ્યસૂરિજી : અનોખી પ્રતિભા
પૂ.આચાર્યશ્રી, સ્વ. આ. શ્રી ઉઠેકારસૂરિજીના આજ્ઞાવર્તી છે. ગુરુદેવના વાત્સલ્યપુંજમાંથી તેમને આ “ભક્તિપદારથ' પ્રાપ્ત થયો તેમ તેઓ જણાવે છે. વળી તેઓ અહોભાવથી કહે છે કે “આ જીવના મસ્તક પર સિદ્ધ યોગીપુરુષનો વરદ હસ્ત મુકાય ત્યારે સહસ્ત્રાર ખીલી ઊઠતું. જેના વડે તે પ્રવાહ અવિરત ચાલ્યા જ કરતો. એ વરદ હસ્ત જેના મસ્તકને સ્પર્શે એ કલ્યાણયાત્રી બની જ ગયો.”
તેઓની કલમમાં જ્યારે આવા ભાવ નિખરે, આપણા ચક્ષુમાં એ શબ્દ નજરાય, ત્યારે લાગે કે એ અંતરભૂમિ કેવી ગૂઢ હશે ? જે જાણે તે જ માણેને ?
વળી આ મહાત્મા પણ કેવા ખુલ્લા દિલ-દિમાગવાળા હોય છે ? ગુરુકૃપા વરસી કે ઝિલાઈ, આવું જોઈએ ત્યારે મારા જેવાને લાગે કે આપણે તો કોરા ધાકોર છીએ.
મક્ષીજી તીર્થમાં પ્રથમ દર્શન થયા પછી અમદાવાદ પ્રસંગે પ્રસંગે દર્શન થતાં. ભક્તિ સ્વયં ભક્તવત્સલ હોય. જ્યારે જ્યારે તેમના સમાગમમાં જઈએ ત્યારે તેમની ભક્તિની લહેર તેમના મુખ પર જોવાની પણ એક ધન્યતા છે. જીવંત નીતરતી ભક્તિનાં દર્શન જવલ્લે જ થાય છે. ભક્તિ અને સમકિતનો સંબંધ શું છે ?? મારી મંગલયાત્રા
વિભાગ-૧)
૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org