________________
તેઓનું સાહિત્ય રસાળ, સરળ, અધ્યાત્મરસપૂર્ણ છતાં લોકભોગ્ય બન્યું છે. કથાઓની રચના વૈવિધ્ય પૂરું પાડે છે. અમે તેમના દર્શને જઈએ ત્યારે પ્રસન્નવદને પ્રશ્નોના જવાબ આપતા.
પાપ કરતાં વિચાર કરજો. પાછા પડજો. સુકૃત્યોના સહારે પુરાણા સંસ્કારને શાંત કરી નવું સર્જન કરજો.
શાંતસુધારસ જેવાં શાસ્ત્રોમાં બાર ભાવનાથી વૈરાગ્યનો બોધ પ્રગટ કર્યો. શ્રાવકના પાંત્રીસ ગુણોના વિસ્તારથી શ્રાવકજીવનને પુણ્યનાં દ્વાર ખોલી આપ્યાં.
સમરાદિત્ય કથાથી વેરભાવની પરંપરાથી અગ્નિશર્માનો કરુણ અંજામ કલમમાં ઉતારી તેના પ્રતિપક્ષમાં ગુણસેનની ઉત્તમક્ષમા દ્વારા મોક્ષની વાટ બતાવી.
અંજનાસતીની કથામાં ઉતાવળા પરિણામવાળા પુરુષના અવિચારી પગલાથી સતી દુઃખ પામી. ત્યારે પણ સતીત્વ કેવું ટકાવી રાખ્યું? સાસુ, સસરા, પતિ, પિતા, ભાઈ કોઈને દોષ ન દેતાં જંગલની વાટ લીધી. મિત્ર સમાન દાસીને સહારે ગુફામાં નિવાસ કર્યો.
સતીનાં પાપ એકલા ઉદયમાં નથી હોતા, પય પણ સાથે હોય છે. તેથી ગુફાનો યક્ષ જ રક્ષક બની ગયો. એ ગુફામાં સતીએ પ્રભુની મૂર્તિનું સ્થાપન કર્યું અને તેનો સહારો લીધો. પુત્રજન્મ પછી તો પુણ્યબળ કામ કરતું થયું. અંતે પતિનો મેળાપ થયો. સમય થતાં સંયમ ધારણ કરી મુક્તિનો માર્ગ પકડ્યો.
સુલસા શ્રાવિકાની કથામાં સુલતાની પ્રભુભક્તિની સાદશ્યતા દર્શાવી, આપણી પાસે સવિશેષ સ્ત્રી ક્ષેત્રે એક આદર્શ મૂક્યો કે શ્રાવિકાપણું મળો તો આવું જ મળજો જે મુક્તિદાતા થાય.
“તારા સુખને વિખેરી નાખ, દુઃખને ખંખેરી નાખ.” અર્થાત્ સુખને વહેંચી નાખ, તારા સુખનાં સાધનોથી સુકૃત્ય કરીને પાપાનુબંધી પુણ્યથી છૂટી જા. અને દુઃખ તો કર્મનો વિપાક છે તેમાં અન્યનો દોષ નથી, સમતાથી વેઠી લે, ખંખેરી નાખ. પુણ્યાનુબંધી પુણ્યને મેળવી લે. વળી પાંપણે બાંધ્યું પાણિયારું' મથાળું વાંચી થાય કે એ શું હશે ? પણ ઋષિદત્તાની રસભરપૂર કથા એક જ બેઠકે વાંચો અને વિચારો. આંખે આંસુ સુકાય નહિ ક્યાં સુધી ? ચારિત્રધર્મ પામું નહિ ત્યાં સુધી. એવો કથાનો મર્મ છે.
વિભાગ-૧૦
૨૭૬
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org