________________
છે, તે માત્ર નિર્દેશ કરે છે. વાસ્તવિક સાધના ભીતર જવા માટે છે. મારો શાસ્ત્રોક્ત જ્ઞાનનો કેફ ઊતરી ગયો.
નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા નિજતત્ત્વ એકતાનો છે, શુકલ ધ્યાને રે સાધી સિદ્ધતા પામે મુક્તિ નિદાનો જી.” ત્યાં તો આનંદ ઘનજી એ એક ટકોરો કરી દીધો : નામ અધ્યાતમ, ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડો રે. અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજા જાણ લબાસી રે.
લબાસી-ગણવેશવાળા અંદર ડૂબકી ને મારી શકે છે. તે તો દેખાદેખી ઓઘદષ્ટિએ ધર્મ કરતા રહે છે. સ્વના લક્ષ્યવાળો જ અધ્યાત્મવાન હોય.
તેઓ કહેતા : રાગ કે દ્વેષ થાય તે તમારા ઉપાદાનની અશુદ્ધિનું કારણ છે. નિમિત્ત કંઈ કરતું નથી. એ નિશ્ચયનયનું દૃષ્ટિબિંદુ છે. છતાં પ્રારંભિક સાધકોએ અશુભ નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. પુષ્ટ શુદ્ધ અવલંબનનું સેવન કરવું. આવો ઘણો જ્ઞાનનો લાભ મળ્યો છે. પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીનો અલ્પાક્ષરી પરિચય : (જ્ઞાનમાર્ગના પ્રતિભાસંપન સંશોધક)
પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી શાસનસમ્રાટ આચાર્યશ્રી નેમિસૂરિજીની પરંપરાના છે. તેઓશ્રી શાસ્ત્રજ્ઞ, ચારિત્રશીલ છે. તેઓશ્રી જૈનદર્શનના ઐતિહાસિક અર્વાચીન પ્રાચીન પ્રસંગો અને પાત્રોના સંશોધક છે. શાસ્ત્રના કોઈ અદશ્ય ખૂણામાંથી અજબગજબનાં રહસ્ય શોધીને “ફરતી પાઠશાળામાં” મૂકે ત્યારે ઘણી વાર ન જાણેલું ઘણું પ્રગટ થતું લાગે. તેઓશ્રીના પ્રવચનમાં પણ લગભગ આવી શૈલી રહી છે. કોઈ કવિઓના ગીત દ્વારા કે કુદરતના સંકેતથી પાઠશાળામાં તે વાચા આપે છે, ત્યારે સાશ્ચર્ય આનંદ થાય છે. પાઠશાળાતે મુખપત્ર છે.
સમયોચિત પ્રખરતા પણ ખરી અને વાણીમાં મૃદુતા પણ ખરી. બહુ મોટાં આયોજનો અને ઉત્સવોમાં તેઓ સમયને અનુસરીને પ્રવૃત્ત હોય છે. તેમના દ્વારા થતા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ બહુ મોટા આડંબરને બદલે શાંત સુરમ્ય અને સુવ્યવસ્થિત આયોજન હોય છે. તેઓ કહે છે : હવે ચાતુર્માસ જેવા દિવસોમાં કેવળ વ્યાખ્યાન પૂરતાં નથી. સૌએ બોધપૂર્વક જ્ઞાનવર્ધક આરાધના કરવી જોઈએ, તેવું સૂચન હંમેશાં કરતા હોય છે. - તેઓશ્રી મધ્યસ્થ અને વિશાળચિત્ત છે. તેઓ ધર્મવિધિઓ કે સિદ્ધાંતો
વિભાગ-૧૦
મારી મંગલયાત્રા Jain Education International
૨૭૯ For Private & Personal Use Only
www.jainelibrary.org