________________
ધન્ય તે મુનિવરા.
વયમાં ૮૦ જેટલાં વર્ષ, કાર્યશીલતામાં ૪૦ જેટલાં વર્ષ, અને ચાલવામાં ૨૦ વર્ષ જેટલાં તેમનું અપ્રમાદ દર્શન કરવા જેવું છે. અને વર્તનમાં ૧૦ વર્ષ જેટલાં નિર્દોષ છતાં જ્ઞાનવૃદ્ધ છે. વળી જે કોઈ પરિચિત જાય તેની સાથે ધર્મલાભ' કહેવરાવે.
એક વાર એક બહેન તેમની પાસે ગયેલાં તે બહેને ત્રણેક વાર - કામસેવા માટે પૂછ્યું હશે.
પૂ.શ્રીએ ત્રણ વાર કહ્યું કે
“સુનંદાબહેનને ધર્મલાભ કહેજો.” . પેલાં બહેન જાતેજ મારી પાસે આવ્યાં બહેન, તમે કેવાં ભાગ્યશાળી છો ?
મેં કહ્યું, “છુંને ? તમે ધર્મલાભ લાવ્યા છો ? “બહેન, તમે વળી કેવી રીતે જાણું ?” “તમારા જ ભાવ ઉપરથી.”
પછી કહે : ““સાહેબજીએ ત્રણચાર “ધર્મલાભ' કહ્યા ત્યારે મને થયું કે સુલતાશ્રાવિકાને ભગવાને “ધર્મલાભ” કહાવ્યા હતા તેનો અણસાર મળી રહે છે. એવો ભાવ થવાથી ફોન કરવાને બદલે જાતે જ કહેવા આવી છું.”
આનંદ થયો, પૂ.શ્રી સુખશાતામાં છે ને? “હા.” વળી મેં કહ્યું :
”બહેન, આ જ અમારી ભાગ્યમૂડી છે.” . સ્વ-આચાર્ય શ્રી ભદ્રગુપ્તજીનું સાહિત્ય દર્શન :
સંસારમાં વ્યાપારે નીકળેલા વ્યાપારીને જેમ ધંધાર્થીઓ મળતા જય, તેથી વિશેષ મને હવે આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ સાધુ-સાધ્વીજનોનો સંપર્ક થતો ગયો.
પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તજી વિષે પૂર્વાર્ધ કંઈ વિશેષ જાણતી નથી. પરંતુ લગભગ ૧૯૯૫થી તેમનો પરિચય ક્યારેક થતો હતો. જોકે તેઓને શારીરિક બીમારી ઘણી હતી તેથી છેલ્લાં વર્ષોમાં અમદાવાદમાં સ્થિર થયા હતા. ત્યારે વિશેષ લાભ મળતો. તેઓશ્રીએ જૈન સમાજને માટે ઉત્તમ કોટિના સાહિત્યનું સર્જન કર્યું છે એ સર્જન બીમારી છતાં થતું રહ્યું. તેઓ કહેતા: ““ઔષધ ઉપચાર તો કરવા પડે છે પણ આ શાસ્ત્રાભ્યાસ, અવલોકન, અને લેખન તે તો ઔષધ, ઉપચાર અને પથ્ય પૂરું પાડે છે.” આમ તેમનું સાહિત્ય તે તેમનો બોલતો પરિચય છે. મારી મંગલયાત્રા
વિભાગ-૧)
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org