________________
T
?
ધન્ય ને મુનિવરા જેનો આત્મા નિશ્ચિત થઈ ગયો, જેના મનમાં નિશ્ચય થઈ ગયો કે તેને માટે દેહની મમતા પણ ગૌણ બની જાય છે. તે યોગી ધર્મશાસનને કાજે ધર્મ પાળવા માટે દેહ અને પ્રતિજ્ઞાપાલન એ બેમાંથી એક પાલન કરવાનું આવે તો દેહનો ત્યાગ તણખલાની જેમ કરી દે છે પણ ધર્મને પ્રત્યેનું તેનું મન એવું અડગ બની ગયું હોય કે ઈન્દ્રિયોનો સુખાનુરાગ એને ચલિત ન કરી શકે. ગમે તેવા ઝંઝાવાત વાય પણ મહાપર્વત મેરૂને જેમ કાંઈ ન થાય તેમ તે દઢ અને અચલની જેમ અચલ રહે છે. (પરમ પવિત્ર શ્રી દશ વૈકાલિક સૂત્રની ચૂલિકાની ગાથા)
(પાઠશાળા) - આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ
નિર્મળ રોહણ ગુણ મણિભૂધરા, મુનિજન માનસ હંસ, ધન્ય નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુલ વંશ.
- જિનેશ્વર. - ધર્મ જિનેશ્વર સ્તવન. શ્રી આનંદઘનજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org