________________
સૌનો સહકાર છતાં શિસ્તબદ્ધતા, ઉદારતા વિગેરેમાં તેમની પ્રતિભા પ્રગટ થતી. વ્યાપારકાર્યો છતાં દરેક કામની તેમના મગજમાં સમયસર થવાની નોંધ પડી હોય. તેઓ તે દિવસોમાં મારા પૂરા કાર્યક્રમની, સ્વાથ્યની, આહારાદિની વ્યવસ્થાની એવી કાળજી રાખતા કે મને તેમના પર હાર્દિક વાત્સલ્યભાવ આવતો. સાથે સાથે તેઓ મારા પરિવાર સાથે કૌટુમ્બિક સભ્યની જેમ નિકટતા ધરાવે છે. અમદાવાદ આવે ત્યારે તેઓ અને તેમનાં પત્ની મીનાબહેન અમારા નિવાસે જ રહેતાં હોય છે. મારા પુત્રપુત્રવધુ-અતુલ-૨મોના સાથે તેમની નિકટની મિત્રતા છે.
વળી તેઓએ વિશ્વવ્યાપી કાર્યની ભાવનાથી પવશ્રી કુમારપાળ દેસાઈના સહયોગથી અમદાવાદમાં જૈનૉલોજી સંસ્થાનું નિર્માણ કર્યું છે. તે દ્વારા તેઓ વિશાળતાથી અનેક પ્રવૃત્તિઓ કરવાનું યશનામ ધરાવે છે.
બોલવું ઓછું અને કરવું ઘણું એ તેમની પ્રકૃતિ છે. આવાં અનેકવિધ ક્ષેત્રોમાં, દેશવિદેશમાં તેમની વિવિધ સેવાકાર્યની કદર કરીને બ્રિટિશ સરકારે તે દેશમાં સૌ પ્રથમ તેમને એવૉર્ડ આપ્યો છે.....
ઓફિસર ઑફ બ્રિટિશ એમ્પાયર” (૦.B.E.)
અમારી લંડનની સત્સંગ યાત્રાના સંયોજક હોવાથી તેમનો પરિચય આપવો એ મારું કર્તવ્ય છે. લંડનનાં સુધાબહેન વિનુભાઈ શાહનો સાત્ત્વિક યોગ :
અગાઉ જણાવ્યું તેમ કોબાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં લંડનના મુમુક્ષુઓ સત્સગયાત્રાએ આવ્યા હતા. ત્યાં પૂ. સાહેબજીને અને મારા સ્વાધ્યાયનું શ્રવણ કરી તેઓ પ્રસન્ન થયા. તેમાં નેમુભાઈ ચંદરયા અને સુધાબહેન વિનુભાઈ મુખ્ય સંચાલક હતાં. તેમણે અમને લંડન સ્વાધ્યાય માટે આમંત્રણ આપ્યું.
સુધાબહેન સ્વયં વચનામૃતના અભ્યાસી છે. જીવન સાદું, સાત્ત્વિક છે, સ્વભાવે શ્રદ્ધાવાન અને નમ્ર છે. મારી સાથે પરિચય થતાં અમારી મિત્રતા સઘન થઈ હતી. નિર્દોષતાથી અમે ચર્ચાવિચારણા કરતાં. તેઓ મને વડીલ તરીકે આદર આપતાં. ખૂબ ઉત્સાહથી સાથે જ રહેતાં. પોતે સ્વયં સારા સ્વાધ્યાયકાર છે. હાલ તેઓ લંડનથી નિવૃત્ત થઈ સાયલામાં આરાધના કરે છે. વળી લંડનમાં સ્થિરતા કરી સ્વાધ્યાયની સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ જાળવી રાખી છે.
વર્ષોનાં વહાણાં વાયાં પરંતુ સત્સંગના માધ્યમથી થયેલા પરિચયની વિભાગ-૯
ર૫૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org