________________
સ્મૃતિ પ્રસન્નતા આપે છે તેથી કંઈક લખવા પ્રેરાઈ છું. લંડનમાં મારી સાતેક વર્ષની સત્સગયાત્રામાં તેમણે ઘણી સેવા કરી હતી તે કેમ ભુલાય? તેનો બદલો એટલે તેમની સાત્ત્વિક સ્મૃતિ છે. શ્રી સમેતશિખરજીની સઉલ્લાસ ચિરસ્મરણીય યાત્રા (૧૯૮૬/૮૭):
લંડનમાં પૂજ્યશ્રીની તથા મારી સત્સગયાત્રા યોજાતી. તેની ફલશ્રુતિમાં શ્રી નેમુભાઈ તથા તેમના સાથીઓએ શ્રી સમેતશિખરની યાત્રાનું આયોજન પૂ.શ્રીની નિશ્રામાં કર્યું હતું. છ માસ પહેલાં શારીરિક તપાસથી માંડીને “એ ટુ ઝેડ’ સુધીનો સુવ્યવસ્થિત કાર્યક્રમ નેમુભાઈની સકુશળતાપૂર્વક તૈયાર થયો.
લંડનથી ચાલીસ યાત્રિકો આવવાના હતા. અને પૂ.શ્રીના આશ્રમ વિગેરેથી ચાલીસ યાત્રિકો જોડાઈને લગભગ એંસી જેવા યાત્રાળુઓનો સંઘ થયો હતો. નાઈરોબીથી શ્રી સોમચંદભાઈ તથા જયાબહેન પણ જોડાયાં હતાં.
સંસ્થાના પ્રમુખશ્રી જયંતભાઈ અને ટ્રસ્ટી સ્વ. શ્રી શશીકાંતભાઈએ સુંદર વ્યવસ્થા કરી હતી. પૂ.શ્રીને કલકત્તા સ્વાધ્યાય સત્સંગના કાર્યક્રમો હોવાથી તેઓ પાંચેક દિવસ પહેલાં નીકળી કલકત્તા પહોંચ્યા હતા. ત્યારે હું ઘાટકોપર પ્રવચન માટે ગઈ હતી. ત્યાં જયંતભાઈ અને શશીકાંતભાઈ મને મળ્યા. તેઓ કહે : લંડનવાળા મુમુક્ષુઓ આવે ત્યારે તેમની સાથે તમારે કે પૂ.શ્રી કોઈએ યાત્રામાં સાથે રહેવું જોઈએ.
મેં કહ્યું મને કંઈ આ અંગે ખબર નથી. મને પૂ.શ્રીએ કંઈ કહ્યું નથી. અને હું તો બે માસ પહેલાં સમેતશિખરજીની યાત્રા કરી આવી છું. એટલે મારી ઈચ્છા નથી.
તેઓ કહે : ““તો પણ સાહેબ નથી એટલે તમારે આવવું જોઈએ. વળી નેમુભાઈ વિગેરેનું તમને આમંત્રણ તો છે જ.” મને થયું કે ફરજ તરીકે જવાનું છે, વળી મને યાત્રાનો લાભ મળશે. લંડનના સત્સંગી મિત્રો સાથેનો પરિચય હતો એટલે આનંદ આવશે. આમ વિચારી હું યાત્રાએ જવા તૈયાર થઈ. જયંતભાઈએ અન્ય યાત્રિકોને તૈયાર કર્યા.
મુકરર દિવસે અમે મુંબઈથી યાત્રાએ જવા નીકળ્યાં એક પૂરી બોગી એ.સી.વાળી લંડનના યાત્રિકોની હતી અને બીજી બોગી મુંબઈના યાત્રિકોની હતી. ભોજનાદિની સુવ્યવસ્થા સહિત આયોજન હતું.
ટ્રેઇનમાં લગભગ છત્રીસ કલાક ગાળવાના હતા. મેં સહેજે જ કાર્યક્રમ કહ્યો કે ભલે ટ્રેઈન છે પણ તમે લંડનથી આવો છો. ફક્ત તેર મારી મંગલયાત્રા
ર૫૫
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org