________________
છે.” એ ખરું, પણ દેરાસર જેવા પવિત્ર સ્થાનને બદલે સફારીમાં સ્વાધ્યાય રાખવાથી કંઈ સત્સંગનો આત્મિક લાભ ન થાય. પછી તો થોડાક મિત્રો ગયા અને ઘણાખરાને વાત સાચી લાગી તેઓ ગયા નહિ.
વળી સાંભળવામાં આવ્યું કે આ દેશની વાત ન્યારી છે. બહેનો તપ કરે, પણ પારણું થાય અને રજાના દિવસો હોય તો કાસીનો-જુગાર રમવા જેવાં સ્થાનોમાં પણ પહોંચી જાય. બહેનોને આ દુષણથી કર્મ બંધાય છે તે સમજાવ્યું. કેટલાંકે તે સ્થાને ન જવાની પ્રતિજ્ઞા લીધી.
એકંદરે સત્સંગમાં ઉત્સાહપ્રેરક વાતાવરણથી ઘણો લાભ થયો. તે સમયના પ્રવચનની પુસ્તિકા શ્રી સોમાભાઈ દ્વારા પ્રકાશિત થઈ હતી.
મોમ્બાસા અને કિસુમુમાં પણ સ્વાધ્યાય-સત્સંગનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. એક વાર એક સત્સંગીએ સ્વામીવાત્સલ્ય રાખ્યું હતું. લગભગ ૨૦૦ જેટલા સત્સંગીઓને આમંત્રણ હતું. તે દિવસે આઠમ હતી. મેં કહ્યું : મારે આયંબિલ છે. યજમાન કહે : તો તો બહુ સારું. અમને તપ કરાવવાનો લાભ મળશે. પછી જાહેર કર્યું કે કાલે આઠમ છે; બહેન આયંબિલ કરવાનાં છે. ત્યાં તો લગભગ ત્રીસેક સત્સંગીઓએ પોતાનાં નામ નોંધાવ્યાં, અને તે દિવસે આયંબિલ તપની આરાધના થઈ. અન્ય રસોઈ પણ તિથિના નિયમ મુજબ કરવામાં આવી હતી.
ત્યાર પછી ૧૯૮૮માં સોમચંદભાઈએ પુન: ૨૧ દિવસનો સત્સંગનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ત્યારે પણ સવાર-સાંજ જિજ્ઞાસુઓએ સારો લાભ લીધો હતો. તે વખતે એક શ્રીમંત અને જાણીતા કાર્યકરભાઈ મળવા આવ્યા કે વ્યવસાયને લીધે સત્સંગમાં આવી શકતો નથી. પણ મારે ઘેર મારા મિત્રો ભેગા થઈએ, તમે આવો અને સ્વાધ્યાય આપો ?
એ રીતે સ્વાધ્યાયનો કાર્યક્રમ થયો. સ્વામીવાત્સલ્ય થયું. પછી તે ભાઈ મારી પાસે બેઠા. કહે કે ખરેખર સ્વાધ્યાય સાંભળીને લાગ્યું કે “જીવન તો દોડાદોડમાં વહ્યું જાય છે અને આત્મહિત કંઈ થતું નથી. મારે શું કરવું જોઈએ ?”
“ઠીક છે, સંસ્થામાં સેવાભાવથી કામ કરો તો તે સત્કાર્ય છે. પણ આત્મકલ્યાણ માટે સમય રાખવો જોઈએ. વધારે નહિ પણ રોજે સવારે ૨૫-૩૦ મિનિટ ફાળવો. તમને શાંતિ મળશે. તે સમયે શાંત ચિત્તે પ્રભુને સમર્પિત થઈ ૨૭ નવકાર, એક-બે પાનાં શાસ્ત્રવાંચન કરજો . સ્તુતિ બોલી નિત્યક્રમ પૂરો કરજે.”
પ્રયત્ન કરીશ.” વિભાગ-૨
મારી મંગલયાત્રા
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org