________________
પ્રેરણા મુજબ ઈડર રહીને આયંબિલતપ કરી ગ્રંથનો અભ્યાસ પણ કર્યો. આમ પૂર્વતૈયારી કરી લીધી. લંડનમાં શ્રી પર્વાધિરાજ પર્યુષણની આરાધના :
નેમુભાઈના કહેવા પ્રમાણે મુંબઈ નિવાસી, આશ્રમના આરાધક (હાલ સ્વ.) શશીકાંતભાઈ ધ્રુવ ફલાઈટમાં છેક અંદર સુધી મૂકી ગયા. ફલાઈટમાં થોડાક ગુજરાતીઓ હતા એટલે મનને ધરપત રહી. ફલાઇટ મોડી રાત્રે ઊપડી. સવારે પહોંચવાની હતી. ચાતુર્માસમાં એકાસણાં ચાલતાં હતાં. એટલે કંઈ ખાવા-પીવાનું હતું નહિ.
સવારે ૯ વાગે સુખરૂપ લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચી. કોઈ ગુજરાતી દંપતીની સાથે રહી સામાન બહાર લીધો. ટ્રોલીમાં મૂકી બહાર નીકળી અને સામે જ શ્રી નેમુભાઈ, મીનાબહેન, સુધાબહેન તેમની મંડળી સાથે વીસેક મિત્રો સસ્મિત વદને આવકારવા હાજર હતાં. સુખડના હારથી અને મધુર ગીતના આવકારથી ઉમળકાભેર મારું સ્વાગત કર્યું. હું પણ ખૂબ આનંદમાં આવી ગઈ. થાક તો લાગ્યો જ ન હતો. વળી સત્સંગમાં થાક ઊતરવાનો હતો.
મારો ઉતારો મીના નેમુભાઈ ચંદરયાને ત્યાં હતો. લગભગ દસ વાગે પહોંચ્યા. મિત્રો સાથે હળવી વાતો કરી, પ્રાતઃ વિધિ પૂર્ણ કરી. અંગત આરાધનાનો ક્રમ પૂરો કરી આરામથી દિવસ પૂર્ણ થયો.
લંડન, અમેરિકા જેવા દેશોમાં સૌ દિવસે કામમાં હોય. એટલે સત્સંગ સ્વાધ્યાયની સભા રાત્રે ૮ થી ૧૦ વાગે હોય. સવિશેષ લંડનમાં જૈનની વસ્તી નજીકમાં વધારે છે. વળી આ કાર્યક્રમ વિશેષ કરીને શ્રીમદ્ રાજચંદ્રના સ્વાધ્યાય મંડળના માધ્યમથી યોજેલો હતો એટલે સવારે કોઈ એક સત્સંગીના નિવાસે ૧૦ થી ૧૨-૩૦ સ્વાધ્યાય-ભક્તિ થતાં. અને ત્યાં જ સ્વામીવાત્સલ્ય થતું. લગભગ ૫૦ થી ૭૦ જેવા સત્સંગીઓ લાભ લેતા, સો ૨ વાગે વિદાય થતાં હતાં. તે ચાતુર્માસના દિવસો હોવાથી મારે એકાસણા હોય તેની વ્યવસ્થા સૌ પ્રેમથી જાળવી લેતા.
સવારના વિશેષ કરીને શરૂઆતમાં ભક્તિ પછી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનો સ્વાધ્યાય થતો. શ્રોતાગણ તેમાં અભ્યાસી હતો. તેથી સ્વાધ્યાયમાં ઘણું બોધદાયક તત્ત્વ પ્રગટ થતું હતું. તેમાં ૧૨૮ અને ૨૫૪ ના પત્રમાં હૃદયના તાર હલી ઊઠે તેવો બોધ હતો. તે દિવસે સૌએ જીવનની ધન્યતા અનુભવી. સાથે સાથે સમજમાં આવ્યું કે ઘણું ગુમાવ્યું છે. હવે જાગવાનું છે. વિભાગ
મારી મંગલયાત્રા
www.jainelibrary.org
ર૫O
Jain Education International
For Private & Personal Use Only