________________
પૂ.શ્રી આત્માનંદજીની શ્રીમદ્ રાજચંદ્રના ક્ષેત્રમાં ખ્યાતિ હતી. આથી આશ્રમમાં દેશ, પરદેશના જિજ્ઞાસુઓ સત્સંગ માટે આવતા હતા. ૧૯૮૪માં આફ્રિકાથી શ્રી સોમચંદભાઈ અને લંડનથી શ્રી નેમુભાઈ ચંદરયા સાથે સુધાબહેન, વિનુભાઈ અને કેટલાક મુમુક્ષુઓ આવ્યા હતા.
તે સૌને પૂ. શ્રીનું સાન્નિધ્ય તથા સંસ્થાની પૂરા દિવસની આરાધના તથા સ્વાધ્યાય ઘણાં રુચી ગયાં. આથી તેઓએ ૧૯૮૪માં સૌ પ્રથમ પૂ.શ્રીની સત્સંગયાત્રા યોજી જે સાનંદ સંપન્ન થઈ. ત્યારપછી તેઓએ પૂ. શ્રીની સંમતિ અને આદેશથી ૧૯૮૪ના શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે મને આમંત્રણ આપ્યું. કાર્યક્રમના આયોજન માટે અમે સૌ આશ્રમમાં બેઠાં હતાં.
મેં કહ્યું. ભાઈ “મને અંગ્રેજીના બે-ત્રણ શબ્દો આવડે છે. તે સિવાય કંઈ આવડતું નથી. એટલે મારે માટે તમારા દેશમાં આવવું તે પણ અહીંથી એકલાં, તે શક્ય નથી. નેમુભાઈ કહે, ““તમારે અંગ્રેજી બોલવું નહિ પડે અને લંડનની ફલાઇટમાં તમને ગુજરાતી મુસાફરોનો યોગ મળી રહેશે.” તમારા ત્રણ શબ્દો થેંક્યુ, સોરી, હેલ્પ મી તો ઘણા છે. (સી હસી પડયાં.)
આમ નિવૃત્તિને બદલે ફરવાનો યોગ નિર્મિત હતો ? કે મનમાં, ઊંડાણમાં હજી અંદર ઠરી જવાનું આંતરિક બળ એકઠું થયું ન હતું ? નેમુભાઈ અને સુધાબહેનના ઉમંગ અને સદૂભાવે મને પ્રભાવિત કરી, મારામાં પરદેશ જવાનું સાહસ આવી ગયું.
મેં કહ્યું, ““ભલે, સત્સંગનો લાભ મળશે. તમારા સૌનો પ્રેમસદૂભાવ મારા મનને આકર્ષે છે. અગર તો હવે ફરવું નથી, ઠરવું છે. પરંતુ તમારા ઉત્સાહ અને આદર પ્રત્યે મારું મન ઝૂકી જાય છે.”
લંડન સત્સંગયાત્રા નક્કી થતાં આશ્રમમાં પણ સત્સંગી મિત્રો ઉત્સાહમાં હતાં. પૂ. શ્રીની દોરવણી મુજબ વિદાય અવસર ગોઠવાયો. પૂ. શ્રીએ હાર્દિક મંગળ આશિષ આપ્યા. સૌએ શુભેચ્છા પાઠવી અને શુભ દિવસે ઘરે આવી. મુંબઈ પ્રયાણ કર્યું. આ સઘળું એવી રીતે ગોઠવાયું કે મન તદ્દન નિશ્ચિત હતું. વળી પરદેશમાં પ્રવચનો આપવાનાં એટલે મનમાં તેના ચિંતનનો શુભ પ્રવાહ ચાલતો હતો. પરદેશની લંડનની સત્સંગયાત્રા પ્રથમ વાર જ હતી. તેથી તે સમયે ત્રિપુટીબંધુ મુનિઓ અમદાવાદમાં હાજર હતા. તેમની મંગળ આશિષ લીધી અને પ્રવચન માટે સલાહ માગી. તેમણે યોગશાસ્ત્ર ગ્રંથનું સૂચન કર્યું. વળી તેમની મારી મંગલયાત્રા
વિભાગ-૯
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org