________________
શ્રી સોમચંદભાઈનું વ્યક્તિત્વ :
આફ્રિકાના સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ગોઠવવા અને આનંદપૂર્વક કરવાનો પરિશ્રમ શ્રી સોમચંદભાઈ તન-મન-ધનથી કરતા. સવારથી પૂરા કાર્યક્રમમાં અથાકપણે છાયાની જેમ સાથે રહેતા. મોટા વ્યાપારી છતાં વિવેક સહિત સેવાભાવ રાખતા. માઈલો સુધી જાતે જ ગાડી ચલાવતા ને આનંદથી સારથિનું કામ કરતા.
તેઓ સ્વયં સાધક હતા. રોજની પ્રભુભક્તિ, સ્વાધ્યાય, દાન એ તેમના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. કૌટુમ્બિક જવાબદારીઓ નિભાવતા અને પ્રભુ પ્રીત્યર્થે નિવૃત્તિ પણ ગાળતા.
સાત્ત્વિકતાના સંસ્કાર એમને બાળપણમાં મળ્યા હતા. તેઓ જામનગર છોડીને આફ્રિકા ગયા. વીસેક વર્ષની ઉંમર હતી. માતુશ્રીએ અભક્ષ્ય આહાર અને વ્યસન વ્યર્જનની પ્રતિજ્ઞા આપી હતી. એક વાર એવા પ્રદેશમાં જવું પડ્યું કે પંદર દિવસ તરબૂચ સિવાય કંઈ પણ આહારમાં ખપે તેવું ન હતું. તેઓ કહેતા : “ધન કમાવાવા માટે કેવો શ્રમ વેક્યો છે ! હવે ધર્મ કરવાની ઘણી અનુકુળતાઓ છે તો પણ આ સંસાર છૂટતો નથી.” વાસ્તવમાં તે સમયે આફ્રિકા હજી નવા નવા ગયેલા પણ માતુશ્રીની શીખ હતી કે અભક્ષ્ય ખાવું નહિ. તે નિયમ કઠિનાઈ છતાં તેમણે ધંધામાં પણ પાળ્યો.
ત્યારે સ્થિતિ તો સામાન્ય હતી અને કોઈ કંપની તરફથી મોટું વ્યાપારનું કામ મળ્યું, તેમાં બીજી વસ્તુ સાથે માછલીના પાઉડર જેવી વસ્તુ પણ હતી. તેમણે તરત જ કંપનીને લખ્યું અને બીજી વસ્તુઓ આપીશું પણ આ માછલીનો પાઉડર નહિ આપીએ. કંપનીએ બધો જ સોદો રદ કર્યો. છતાં તેમણે પોતાની નીતિ જાળવી. અભક્ષ્ય ખાવું નહિ તો ખવરાવવું પણ કેવી રીતે ? તેમણે પુણ્ય ઉપર વિશ્વાસ રાખ્યો તો પુણ્ય તેમની પાસે હાજર થયું.
ત્યારપછી તેમને ઘણા મોટા વ્યાપારનાં કામો મળ્યાં. તેઓ આ લખું છું ત્યારે ઘણા ગર્ભશ્રીમંત સ્થિતિમાં છે. સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. સત્કાર્યો કરવામાં આગળ હોય છે.
તેઓના નિવાસે મારો ઉતારો હોય, તેમનાં ધર્મપત્ની જયાબહેન ઘરમાં રહીને મૂક સેવા કરતા. તેઓ પણ ધર્મજિજ્ઞાસાવાળાં છે. આથી તેમના નિવાસનું નામ મેં જયસોમભવન રાખેલું.
- શ્રી સોમચંદભાઈ આ લખું છું ત્યારે હયાત નથી. ૨૦૦૪ના ઑક્ટોબર વિભાગ-૯
મારી મંગલયાત્રા
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org