________________
થતાં. વળી રાત્રે ૭-૩૦ થી ૯ ભક્તિ આલોચના થતાં. ખાસ પ્રસંગોની ઉજવણી થતી. શિબિરોનું આયોજન થતું ત્યારે બહારના વિદ્વજનોનો લાભ મળતો. શ્રી પર્યુષણ પર્વની આરાધનાનું વિશેષ આયોજન થતું.
છેલ્લાં પાંચેક વર્ષમાં તો સંસ્થાનો ઘણો વિકાસ થયો છે. દેશપરદેશના ચાહકો સારો લાભ મેળવે છે. અધ્યાત્મયોગી આનંદઘનજીની સ્મૃતિ અંકાઈ ગઈ ત્યારે ?
એક વાર હું આબુ નિવૃત્તિ માટે રહી હતી. નખી તળાવ પર નિત્યક્રમ પ્રમાણે ફરતી હતી. પછી એક શાંત જગ્યાએ બેઠી હતી. પહાડની ઝાડીમાં દૂર દૂર નજર ગઈ. અને અભુત રીતે શ્રી આનંદઘનજીની પ્રતિમા નજરમાં ઊપસી આવી. પછી તો તેમનું વન-ઉપવનમાં ઘૂમવું, ધ્યાનમાં લીન થવું, વિગેરે આકૃતિઓ ઊપસવા માંડી અને તેઓ ધ્યાન માટે ઉપદેશ આપી રહ્યા છે તેવી મનમાં કલ્પના ઊપસી. આનંદથી ચિત્ત ભરાઈ ગયું. એ જ ભાવમાં નિવાસે પહોંચી.
આબુમાં પૂ. ગંગાબા ઝવેરીના મકાનમાં તેમની સાથે બે માસ માટે નિવૃત્તિ માટે આવી હતી. તે દિવસે એવા ભાવો ઊપસ્યા કે તરત જ નોટ લઈ લખવા બેઠી. પછી તો રોજ રોજ લખતી. અજ્ઞાનપણે પડેલું નાનું બી અંકુર થઈ પ્રગટે, તેમ નાની વયમાં આનંદઘન ચોવીસીનાં સ્તવનો શીખેલી તેનો પણ આ લેખનમાં પ્રભાવ હશે. લગભગ ૨૦૦ પાનાં લખાઈ ગયાં.
- પૂ. આચાર્ય યશોવિજયસૂરિ કહેતા : “એક જ શાસ્ત્ર ઘૂસ્યા કરો, એક જ ગુરુનિશ્રા સેવ્યા કરો તે તમારો સંસ્કાર બની આ જન્મ કે આગળના જન્મમાં પણ પ્રગટ થશે.” આબુથી અમદાવાદ આવી વળી થોડા દિવસ માટે કોબા આશ્રમમાં ગઈ. ત્યારે સંસ્થાના સાહિત્ય-પ્રસારનું કામ શ્રી હરિલાલ શાહ સંભાળતા હતા. દર માસે “દિવ્યધ્વનિ' નીકળતું હતું. મને તેમણે તે માટે લેખની વાત કરી. મેં તેમને આ નોટો આપી કે તમે એમાંથી ઠીક લાગે તો લેખ તરીકે લઈ શકો છો. તેમને આ લેખન રચ્યું. એટલે પૂ. સાહેબજીને બતાવ્યું. તેમને પણ ઠીક લાગ્યું. તેમાં યોગ્ય સૂચનો કર્યા. આથી સતશ્રત સાહિત્ય દ્વારા ધ્યાન, એક પરિશીલન' નામે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયું. જેનો શ્રી કુમારપાળ દેસાઈએ “ગુજરાત સમાચાર'માં સુંદર ઉલ્લેખ કરી લેખ આપ્યો હતો. જેને કારણે તે પુસ્તક ઘણું પ્રસાર પામ્યું. ત્યાર પછી પૂ. સાહેબજીની પ્રેરણા, આદેશ અને સહકારથી બીજા પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં.
મારી મંગલયાત્રા
૨૩૯
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org