________________
કર્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પુસ્તક શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનું લખેલું છે. તે કચ્છમાં મળે છે. મારો અભ્યાસ ન હતો પણ જ્ઞાનીઓ કહે છે તમે સન્માર્ગે પ્રયાણ કરો, સતુ તમારી સાથે કદમ મિલાવશે.
કોબા આશ્રમના નિવૃત્ત, નિવાસમાં નાઈરોબીના શ્રી સોમચંદભાઈનો પરિચય થતાં ૧૯૮૪માં મારે નાઈરોબી જવાનું હતું તે દરમ્યાન એ પુસ્તક હું પૂરું વાંચી ગઈ. પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજીનું થોડું માર્ગદર્શન મળ્યું. આથી નાઈરોબી કેન્યાના શ્રોતાજનોના અભ્યાસ માટે આ પુસ્તક લઈ જવું તેવા ભાવ કર્યા અને ત્રણસો નકલ મંગાવી. વળી યોગાનુયોગ કચ્છ જવાનું થયું. પૂ. આચાર્યશ્રી લગભગ ત્રીસેક વર્ષથી કચ્છ-વાગડના પ્રદેશમાં વિહરતા હતા. તેમના ગુરુજીએ અને તેઓશ્રીએ કચ્છ-વાગડના પ્રદેશમાં સતુધર્મની ધજા ફરકાવી હતી. લોકો કહેતાં આ દૈવી પુરુષ છે
જ્યાં જાય છે ત્યાં કંકનાં પગલાં થાય છે અર્થાત જીવો બોધ પામે છે. અમને (પશુમાંથી) ખેડૂતમાંથી માણસ બનાવ્યા છે. વાગડની પૂરી પ્રજામાં આવો આદર હતો.
અમે બે દિવસ માટે ગયાં હતાં. મનમાંથી એ વાત નીકળી ગયેલી કે આ પ્રદેશમાં એ પુસ્તિકાના પ્રણેતા આચાર્યશ્રી છે. તેમનાં દર્શન કરીએ. પરંતુ તેમની પુસ્તિકા માટે થયેલા બહુમાનના ભાવનાની એ ચમત્કૃતિ હશે? અમે સાંજે માંડવી પ્રભુ-દર્શનાર્થે દેરાસર ગયા. ત્યાં ખબર મળ્યા કે પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજીની માંડવીમાં આજની રાત સ્થિરતા છે. અમે પણ એ રાત માંડવીમાં રોકાવાનાં હતાં. સાંજ પડી હતી. અમે ઉપાશ્રયે ગયાં. કોઈનો પરિચય ન હતો. એક ભાઈને પૂછ્યું : અમારે આચાર્યશ્રીનાં વંદન કરવાં છે. અમે ત્રણ બહેનો હતાં. સાંજ ઢળી હતી. એટલે એ ભાઈ કહે : હવે આચાર્યશ્રીનાં વંદન નહિ થાય.
મેં કહ્યું : તમે કહો તો ખરા કે અમદાવાદથી બહેનો આવ્યાં છે. જો વધું કહેવું પડે તો કહેજો : તેઓશ્રીના તત્ત્વજ્ઞાનના ત્રણસો પુસ્તકો મંગાવેલાં તે બહેનને તત્ત્વ વિશે કંઈ પૂછવું છે કે એ ભાઈએ અંદર જઈને વાત કરી. તરત જ આચાર્યભગવંત એક શિષ્ય સાથે બહાર ઓસરીમાં આવ્યા.
સૂકલકડી દેહ, ચાલમાં ગરિમા નિખરે, આંખમાં વાત્સલ્ય અને નિર્મળતા છલકાય. વળી વ્યક્તિને માપી લે. તેવી તીક્ષ્ણતા, ચિત્તની સરળતા, હૃદયની નિઃસ્પૃહતા પ્રત્યક્ષ અનુભવી. મને જ્યારે નવતત્ત્વ સમજાવ્યાં ત્યારે લાગ્યું કે વાણીનું અમૃત મળ્યું. આમ અનેકવિધ પ્રતિભાનાં મારી મંગલયાત્રા
૨૪૧
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org