________________
દિગંબર આચાર્યશ્રી વિદ્યાસાગરજીના દર્શનનો લાભ :
કોબા આશ્રમમાં સ્થિરતા દરમ્યાન પૂ. શ્રી સાથે સત્સંગયાત્રામાં જવાનું થયું હતું. ત્યારે ૧૯૮૩ લગભગ જબલપુર દિગંબર આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીનાં દર્શન અને બોધનો લાભ મળ્યો હતો. જો કે તેમનો બોધ શિષ્યગણને લક્ષીને કેવળ તત્ત્વદૃષ્ટિયુક્ત અને શાસ્ત્રીય હોવાથી સમજાયું ન હતું. પણ એકાદ વાર અમને જુદો સમય આપ્યો હતો. ત્યારે શ્રાવકાચારની શુદ્ધિ વિષે કંઈક સમજાવ્યું હતું.
મેં પૂછ્યું હતું કે ગૃહસ્થને ધ્યાન હોય કે નહિ, ઉત્તમ સંતાનવાળાને ધ્યાન હોય એમ કહ્યું છે ને ?
આચાર્યશ્રી બોલ્યા : જીવને ધ્યાન હોય જ છે, જીવ ધ્યાન વગરનો છે નહિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરંતર ચાલુ છે. માટે ધ્યાનને બદલવાનું છે. ગૃહસ્થ કે સાધુ નવકારમંત્ર દ્વારા શુભભાવથી ભાવિત થઈ ધર્મધ્યાન જરૂર કરી શકે છે. જો ગૃહસ્થપણે શુભધ્યાનમાં નહિ રહે તો અશુભધ્યાન તો રહ્યા જ કરે છે માટે નવકારમંત્રનું ધ્યાન કરી દુર્ગાનથી બચવું. (હિંદીમાં).
પૂ. આચાર્યશ્રી વિદ્યાસાગરજી દિગંબર આમ્નાયમાં પ્રખર જ્ઞાની, શાસ્ત્રજ્ઞ અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે લાગતું કે આ કાળમાં પણ આવી ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત મહાત્માઓ હોય છે. આમ્નાયભેદથી થોડો વિવાદ છે. પરંતુ તે દિવસોમાં જોયું કે દેહાધ્યાસ છોડવાનો પ્રયોગ જબરજસ્ત હોય છે.
ઉનાળાની ગરમીમાં બપોરે ૧૨ થી ૪ બહાર સ્વાધ્યાપ, ધ્યાન કરે શિયાળામાં રાત્રિએ બેસીને કરે. પરિગ્રહ રહિત તેમની દિનચર્યા જોવા મળી.
જોકે મારો સંસ્કાર શ્વેતાંબર આમ્નાયનો હોવાથી ત્યાર પછી વિશેષપણે ત્યાં જવાના ભાવ થયા ન હતા. ગુણગ્રાહતાની દષ્ટિએ દર્શનનો લાભ મળ્યો હતો. અધ્યાત્મયોગી પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીનો આંશિક સમાગમ:
લગભગ ૧૯૮૪નો એ સમય હશે. હું એક બહેનને ત્યાં મળવા ગઈ. તેમને ત્યાં (પસ્તી) કાઢી નાખવાનાં પુસ્તકો પડ્યાં હતાં. તેના પર મારી સહેજ નજર ગઈ. તેમાં “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા’ નામનું પુસ્તક હાથ આવ્યું. આમતેમ પાનાં ફેરવતાં પ્રથમ નજરે જ તેમાં કંઈ નવું દર્શન થયું. એ નવતત્ત્વનો મને ખાસ અભ્યાસ હતો જ નહિ. પૂરા ક્રમથી નામ પણ ખબર ન હતી. આ પુસ્તકનાં ચિત્રો અને લેખને મને આકર્ષણ પેદા વિભાગ-૯
૨૪૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org