________________
દર્શનથી ચિત્ત પ્રસન્ન પ્રસન્ન થઈ ઊઠ્યું.
તેઓશ્રી ઓસરીમાં આસન પાથરી બેઠા. અમને નિરાંત લાગી કે હવે કંઈક બોધ તો મળશે. અમે સાદર વંદન-વિધિ કર્યા. પછી નમ્ર ભાવે નિવેદન કર્યું કે અમદાવાદથી મેં નવતત્ત્વ પ્રવેશિકા પુસ્તકો મંગાવેલાં તે માટે માર્ગદર્શન જોઈએ છીએ. મારે નાઇરોબીમાં એનો વર્ગ લેવો છે. પૂ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજીની વચનલબ્ધિનો ધર્મલાભ :
- તેઓશ્રીએ તરત જ પહેલો પાઠ સમજાવવાની શરૂઆત કરી. સાવ ટૂંકું અને મર્મગ્રાહી. તત્ત્વ નવ છે :
જીવઃ ચેતના અને ઉપયોગ સહિત છે. મનુષ્યાદિ.
અજીવ ઃ તેનાથી વિપરીત. ચેતના રહિત છે. ઉપયોગ રહિત છે. ખાટલા-પાટલા તથા ધર્માસ્તિકાય વિગેરે.
પુણ્ય : શુભ ભાવથી થાય, પુણ્યથી સુખ મળે. પાપ : અશુભ ભાવથી બંધાય. ઉદયે દુ:ખ પડે.
આશ્રવઃ પૂરો સંસારમિથ્યાત્વાદિ કારણોથી થતી બધી ક્રિયાથી કર્યગ્રહણ થાય.
સંવરઃ સંયમાદિથી આવતાં કર્મ રોકાય. (રાગાદિભાવનું રોકાવવું.) નિર્જરા : તપથી આવેલાં કર્મો ક્રમે ક્રમે ક્ષીણ થાય. બંધ : આત્માના પ્રદેશો સાથે કર્મરજનું દૂધ-પાણીની જેમ મળવું. મોક્ષ : સંપૂર્ણ કર્મનો ક્ષય થવો. શુદ્ધ આત્માનું પ્રગટ થવું.
પછી કહે : જુઓ સરળતાથી શીખવું અને શિખવાડવું. જીવ કહ્યા પછી તેનાથી વિપરીત અજીવ. આમ નવ તત્ત્વ પરસ્પર વિરોધમાં છે. જીવના લક્ષણથી વિરુદ્ધ અજીવ, પુણ્યની વિરુદ્ધ પાપ. આશ્રવની સામે સંવર, નિર્જરા; બંધનો પ્રતિપક્ષ મોક્ષ દસ મિનિટમાં તો એક પાઠનો બોધ મળ્યો. પણ તેમાં તેઓશ્રીની વચનલબ્ધિની ચમત્કૃતિ થઈ, પછી જ્યારે એ પુસ્તક વાંચ્યું ત્યારે એક જ વારમાં સમજાઈ ગયું. વળી જ્યારે જ્યારે વર્ગમાં તેનો અભ્યાસ કરાવું ત્યારે સ્વતઃ રહસ્યો ખૂલતાં જાય.
થોડાં પુણ્ય ઓછાં પડ્યા કે પુનઃ પાંચ-છ વર્ષ દર્શનાર્થે જવાનું સૂઝયું નહિ. જોકે તેમણે આપેલી શીખ દીર્ઘકાળ સુધી ટકી હતી તે તેમની જ કૃપા હતી.
આના પરિણામે નવતત્ત્વનું શિક્ષણ સ્વમાં અને અન્ય પાત્ર જીવોની સાથે અભ્યાસ દ્વારા ચૂંટાતું રહ્યું, જેના કારણે જીવોમાં તત્વરૂચિનો ઉલ્લાસ પ્રગટતો રહ્યો છે. તે જીવો જીવનના મૂળ મર્મને પામવાને પાત્ર બને છે. વિભાગ-૯
૨૪૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org