________________
મારા જીવનમાં ઘણા સત્સંગી મિત્રોમાં તેમનું સ્થાન હૃદયમાં હાર્દિક રીતે અંકિત થયેલું છે.
વળી મારી અકસ્માતથી થયેલી બીમારીમાં તેમણે ઘણો સમય આપી, સત્સંગ દ્વારા મહાપુરુષોના, શ્રીમદ્જીના બોધનું પાન કરાવતા, આથી મને દેહાધ્યાસ તરફનું લક્ષ્ય મંદ થવામાં પ્રેરણા મળતી. કહેવાય છે કે સન્મિત્રો-કલ્યાણમિત્રો મળવા તે પુણ્યોદય છે.
તેઓ આહારાદિની પ્રક્રિયામાં ખૂબ સંયમ રાખે છે, સ્થૂલ હિંસામાં પણ જાગ્રત, આરંભના પ્રકારથી સાવચેત રહેતા. જીવન નિર્દોષ રહે તે માટે જાગ્રત રહેતા આથી તેમની પાસેથી પ્રેરણા મળતી. તેમના જીવનમાં ઉત્તમ મહાનુભાવોનો સહવાસ થયેલો તેના સંસ્કાર પણ ખરા. સંતસેવા એ તેમનો હૃદયમાં અંકિત થયેલો ભાવ છે.
હું હંમેશાં તેમને મારા જેવા, અગર ત્યાગમાં આગળ માનું. તે તેનો નકાર કરે. ઈડર હોઉં ત્યારે ઓરડાની સફાઈ કરી જાય, કપડાં મૂકી જાય. આવી તો કેટલી સેવા કરે, હું કહું તમે ઘણું પુણ્ય લૂંટી લો છો.
અમારી નિકટતા એવી છે કે આંતરિક વિચારણામાં ઘણી મોકળાશ અનુભવીએ છીએ. પુરાણા કે વર્તમાનમાં થતા દોષનું નિરીક્ષણ કરીને કેમ દૂર કરવા તેની શાસ્ત્રબોધના આધારે વિચારણા કરીએ. પૂર્વે થયેલા માયાના કે ઉગ્રતા-દોષનું તે પ્રસંગનું વર્ણન લઈ વિચારીએ અને પુનઃ તેવો દોષ ન થાય તે માટે અન્યોન્ય નિખાલસતાથી સલાહસૂચન કરીએ.
સવિશેષ જીવદયા પ્રત્યે અને આહારની શુદ્ધિ માટે તેઓ જાગૃતિ રાખી જીવનમાં ઘણો સંયમ કેળવી શક્યા છે. તેમની પણ મારા જેવી એક ઝંખના છે-સમ્યક્ત્વની સન્મુખ રહી તેની પ્રાપ્તિ માટે જીવનને તે માર્ગે દોરી જવું. આમ અમારી આરાધનામાં ઘણું સામ્ય છે. એટલે
લ્યાણમિત્રો છીએ. હર્ષામાંથી સાધ્વી દઢપ્રતિજ્ઞાશ્રી (ઈડરની ભેટ) :
અમદાવાદમાં વર્ષો પહેલાં વર્તમાન સુધારક ત્રિપુટીબંધુ સાધુ અવસ્થામાં હતા ત્યારે વિદ્યાશાળાના ઉપાશ્રયે મને માંડવીની પુત્રી હર્ષાનો પરિચય થયો હતો. પછી તે પરિચયને કારણે હું ઈડર હોઉં ત્યારે તે આરાધના માટે આવે, સાથે રહે. શ્રાવિકાના આચારના પાલનયુક્ત તેનું જીવન હતું. તે ઉપરાંત વિનય અને નમ્રતાના ગુણોથી વિભૂષિત હતી. પોતાની આરાધના કરે, અને સેવાકાર્ય પણ કરે. હા, ખૂબ લાગણીપ્રધાન હતી. કયારેક કસોટી સમયે રડી જવું તે તેને સહજ હતું, પરંતુ તરત જ
૨૩૪
મારી મંગલયાત્રા
વિભાગ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org