________________
પછી પેલો અવાજ સંભળાતો : “આ અંગે કંઈ કરજો'.
એનો વિચાર કરતાં ઉકેલ મળ્યો. દસેક ફાઈલો લીધી. દરેક પાને વિષય બાંધ્યા અને અમારી સત્સંગી બહેનોને વિષયવાર ઉતારા કરવા આપ્યા, તે રીતે દસેક ફાઈલોનું કામ થઈ શક્યું. તે પુસ્તકરૂપે “સ્વરૂપસાધનાનાં સોપાન” પ્રગટ થયું. જેનું ખર્ચ ધ્રાંગધ્રાના જૈન શ્વે. મૂ. તપાગચ્છ સંઘે કર્યું હતું. તે ઉપરાંત તેમનું અન્ય સાહિત્ય પણ પ્રગટ થતું જાય છે. તેમના સ્વાધ્યાયનો સાર આ પ્રમાણે છે.
આત્મા (ઉપયોગ) આત્મામાં ઉપયોગમાં) લીન થાય તો પરમાત્મા બને. બહાર નીકળેલો બહારમાંથી અંદર અર્થાત્ બહિર્મુખી એવો અંતરમુખી થાય અને અંતરલીન બને તો અરિહંત બને.
માનવમાં પહેલું માનવતાનું બીજું સજજનતાનું, ત્રીજું સાધુ-સંત અંતરાત્માનું અને ચોથું સિદ્ધ સ્વરૂપ-પરમાત્માસ્વરૂપનું લક્ષણ અને સ્વભાવ છે, આ વિકાસક્રમ છે.
માનવ દુઃખી હોઈ શકે, સજ્જન પણ દુઃખી હોઈ શકે. જયારે સાધુ-સંતને દુઃખ હોય પણ તે દુઃખ તેમને દુઃખ આપી ન શકે.
જ્યારે અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા તો ન સુખી હોય કે ન દુઃખી હોય, તેઓ તો સદા સર્વદા સ્વભાવદશામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય.
ઉપયોગનો નિયમ : કોઈ પણ પરપદાર્થમાં ઉપયોગ તન્મય થાય એટલે તે રૂપે ઉપયોગ પરિણમે છે. સજાતીય અને સ્વરૂપ-ઐક્ય અરિહંતસિદ્ધપદમાં ઉપયોગથી પરિણમવું તે મોક્ષમાર્ગની અનન્ય સાધના છે. ઉપયોગ અનાદિકાળથી લક્ષણ રૂપે છે. અને ઉપયોગમાંથી અશુદ્ધિ નીકળી જાય એટલે ઉપયોગ શુદ્ધ રહે છે. તે નિરાવરણ જ્ઞાન છે.
- પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ-સ્વરૂપ છે. એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યક્તિ એ સજાતીય પરદ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદાં પડવું તેનું નામ જ “અરિહંત' અને ફરી પાછા પુગલસમ (દેહરૂપી પગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ સિદ્ધ.
અધ્યાત્મ: આત્મભાવમાં રહેવું તે અધ્યાત્મ છે. તે વડે રાગ નષ્ટ થઈને વીતરાગતા આવે છે. પૂર્ણ વીતરાગતા પ્રગટવાથી જ્ઞાન નિરાવરણ બને છે, નિર્વિકારી બને છે. મારી મંગલયાત્રા
૨૨૭
વિભાગ-૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org