________________
નહિ. તમે ખરેખર વિવેકી છો, સાચા જિજ્ઞાસુ છો.”
મેં કહ્યું : “દાદા. મારે તો આત્મા સમજવો છે જે પદ્ધતિથી સમજાય તે ગ્રહણ કરવાની. આપ વડીલ છો; જે કરો તે સારા માટે.”
પછી તો તેમની મારા પ્રત્યેની વાત્સલ્યતા વૃદ્ધિ પામી. કોઈ વાર તો મને આગળ કરીને પોતે શીખતા હોય તેવા ભાવ પણ પ્રગટ કરે, કે યહ તુમને ઠીક કહા.' આમ અમારો સ્વાધ્યાય થતો હતો.
૧૯૮૯માં આશ્રમમાંથી મુક્ત થઈ. એક વાર તેમની પાસે ગઈ. મેં વાત કરી કે હવે હું નિવાસે રહેવાની છું. ત્યારે કહે :
“તારે ઘરમાં કેટલી ટિકિટ છે ?”
હું સમજી નહિ. મને કહે : “પુત્ર, પુત્રવધૂ અને તેની પુત્રી એટલે અઢી ટિકિટ થઈ. તે પણ સાચવવાની જવાબદારી નહિ. તેના બદલે અઢીસો ટિકિટ સંભાળવાની શી જરૂર ? (આશ્રમમાં)”
પછી પૂછે : “તારે ઘરમાં કેટલા ઓરડા? આઠ કે દસ, તેને બદલે અઠ્ઠાવીસ ઓરડાની ટોપી શા માટે પહેરવી ? એટલે જે થયું છે તે સારું છે. આપણે હવે આશ્રમ કરવા નથી અને આશ્રમની જરૂર નથી. આ આત્માને સંભાળો, તે નજીકમાં નજીક કંઈ જ ઉપાધિ રહિત આનંદથી ભરપૂર છે, તેનું લક્ષ્ય કરો.”
પૂ. દાદાનો લગભગ દસેક વર્ષ અલ્પાધિક પરિચય રહ્યો. તેમનો ૯૯ વર્ષની વયે ટૂંકી બીમારીથી લગભગ ૧૯૯૯માં તેમના વતનમાં દેહવિલય થયો. તેઓનો મારા પર ઘણો ઉપકાર છે. તેથી આ લેખન કર્યું છે. પૂ. દાદા કંઈ પણ તકલીફ હોય તો તરત જ મને યાદ કરે. છેલ્લી બીમારીમાં પણ મારાં સૂચનો ગ્રહણ કરે. છેલ્લાં દર્શન તેમના દેશમાં જઈને કરી આવી હતી, ત્યારે તે ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા કે મેળાપ થશે કે કેમ ? ખરેખર હું અમેરિકા હતી ત્યારે તેમનો દેહવિલય થયો હતો, એટલે મેળાપ ન થયો. પૂ. શ્રી પનાભાઈ ગાંધીનો સમાગમ (૧૯૮૨ થી ૧૯૯૫) :
પૂ. કાનજીસ્વામીના વ્યાખ્યાનના શ્રવણ પછી અને પૂ. પંડિત શ્રી ચીમનભાઈના જૈન સિદ્ધાંત પ્રવેશિકા'ના અલ્પ શિક્ષણ પછી તત્ત્વાર્થબોધની જિજ્ઞાસા જાગી હતી. તેને શ્રી પાનાચંદ પંડિત પાસે કંઈક પોષણ મળ્યું. ત્યારપછી અમદાવાદ સ્થળાંતર થતાં પરિસ્થિતિમાં ઘણો પલટો થયો. યદ્યપિ સત્સંગ પરિચય તો થતા રહ્યા પણ તે સાત્ત્વિક સુધીના હતા. તાત્ત્વિક રીતે મને સંતોષ ન હતો. જોકે પંડિતજનો તે તે ગુણાત્મક પદ્ધતિએ મારી મંગલયાત્રા
રરપ
વિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org