________________
છૂટવા માટે છે, પરંતુ ઉપાદેય નથી. ઉપાદેય શુદ્ધાત્મા જ છે.
પુનઃ પૂછતી : તપ કે સંયમ વગર આત્મિક વિકાસ કેવી રીતે થાય? કેવળ શુદ્ધાત્મા છું માની લઈએ તો હજી શુભ ભાવનાં જ ઠેકાણાં નથી, તો શુદ્ધાત્મા તો કેવી રીતે સમજાય !
વળી કોઈ વાર કહેતી કે આશ્રમમાં ભક્તિ સ્વાધ્યાય તો ઉત્તમ થાય છે તે આત્મકલ્યાણ માટે જ છે ને ?
એક વાર ઉગ્ર થઈને કહે (સારા માટે) : તમે હજી મિથ્યાભાવમાં છો, આ સમયસારની વાત નહિ સમજાય, કાલથી આવશો નહિ. છતાં હું બીજે દિવસે પહોંચી જતી.
વળી થોડા દિવસ શાંતિથી સાંભળતી કે ““હે પરિણતિ, તું તારા સ્વભાવનો આશ્રય લે, જ્યાંથી આવી છું ત્યાં જ સમાઈ જા–આ ધર્મ છે.”
હું પૂછતી : શુભ ભાવ ધર્મનું નિમિત્તકારણ તો ખરુંને ?
મીઠાને સાકરના વાટકાની બાજુમાં મૂકીએ તો ગળ્યું થાય? અરે પાપને પાપ બધા કહે પરંતુ આત્માનુભવી પુણ્યને પણ પાપ માને કારણ કે તે પણ સંસારનું કારણ છે. શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે.”
શુભ ભાવ મોક્ષનું કારણ નથી, વીતરાગભાવ મોક્ષનું કારણ છે, પછી તે ગૃહસ્થ હોય પણ વીતરાગભાવ જેટલે અંશે છે તેટલો ધર્મ છે. ભરતજી જેવા ગૃહસ્થદશામાં અંશે વૈરાગી હતા તેટલો ધર્મ હતો.
““દાદા ! મને ભક્તિ, વાંચનમાં આનંદ આવે છે. વળી ઘણા તપસ્વીઓને જોઉં . તેઓ પણ પ્રસન્ન હોય છે, સાધુજનો પણ કેવા સહનશીલ હોય છે ! તે શું ધર્મ નથી ?'
આ જ તમારો મિથ્યાત્વનો ભાવ છે. હું કહું છું કે તમને સ્વાત્માની વાતો નહીં સમજાય, તમે આવશો નહિ. આમ બે-ત્રણવાર બન્યું. પણ મને મનમાં એવા ભાવ હતા કે શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું તો જોઈએ જ. વળી દાદા ઉગ્ર છતાં નિ:સ્પૃહ હતા, વડીલ હતા એટલે તેઓ કહેતા કે કાલથી આવશો નહિ, તેથી મને કંઈ દુઃખ લાગતું નહિ. બીજે દિવસે હાજર થઈ જતી.
ત્રીજી વાર એવું બન્યું ત્યારે પણ ગઈ. દાદાની આંખો બંધ હતી. ધ્યાન-ચિંતનમાં હતા. હું શાંતિથી બેઠી હતી. તેમણે આંખ ખોલી, મને જોઈ, ગંભીર મુખમુદ્રા કરી કહે : “તુમ મેરા ગુરુ હો ગઈ.”
મેં બે હાથ જોડી જયજિનેન્દ્ર કર્યા. પછી કહે : ““મને એમ કે શ્રીમંત ઘરનાં તમે, મોટાં કાર્યકર એટલે સ્વમાન ઘવાય, તેથી આવશો વિભાગ-૯
રર૪
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org