________________
ત્યાં ગઈ.
મેં કહ્યું : “તમે ઘણાં વર્ષો પહેલાં ભગવાનનું ચિત્રપટ આપ્યું હતું. તે હવે મારી પાસે નથી, અને બીજું આપો.”
તેમણે કહ્યું : ““હાલ મારી પાસે નહિ હોય.”
મેં કહ્યું : ““ઉપર ચાલો તમે. તમારા કબાટમાં જ્યાં આવી વસ્તુઓ રાખો છો ત્યાં હશે.”
અમે ઉપર ગયા. કબાટ ખોલ્યું. તેમાંથી એ ચિત્રપટ મળ્યું. મેં મસ્તકે લગાડી આનંદથી ગ્રહણ કર્યું. જાણે સાક્ષાત આધાર મળ્યો તેમ નિશ્ચિત થઈ. ઘરે લાવી તેનું યોગ્ય જગ્યાએ સ્થાપન કર્યું, જેનાં દર્શન આજ સુધી થાય છે. એટલે એમ લાગે છે કે ગ્રંથ, ગુરુ કે ભગવાન કોઈને પણ સેવ્યા હોય, ઘૂંટ્યા હોય તેનો યોગ મળી રહે છે. - વર્તમાનકાળે ભારતની ભૂમિ પર અનેકવિધ ધર્મમતી પ્રવર્તે છે. જીવ પોતાની બુદ્ધિ વડે જવલ્લે જ સતુધર્મને પામે છે, અથવા તેનો નિર્ણય કરી શકે છે, આથી મોટાભાગે પરંપરાએ સંપ્રદાયનો જેવો યોગ હોય તે મતના ગુરુજનોની પ્રણાલીમાં જીવો ધર્મ કરે છે. તેમાં વિરલ જીવો સધર્મને પામી સતુ પુરુષાર્થ કરી શકે છે.
કોઈ વાર સંપ્રદાયમાં જ્ઞાનીજનોનો યોગ થતાં જીવને સાધનાનું બળ મળી રહે છે. સંસાર ત્યજીને નીકળેલા ત્યાગીજનોને પણ યથાયોગ્ય જ્ઞાની ગુરુજનોની નિશ્રા ન મળે તો આત્મવિકાસ અટકે છે. વળી જે જીવો અધ્યાત્મમાં ઊંડા ગયા તેવા આનંદઘનજી જેવા યોગીઓ સમુદાયની પ્રણાલીમાં ટકી ન શક્યા. અને એકાંત વન-ઉપવનમાં ગુપ્ત થઈ ગયા. પણ તે તો જયારે જીવ સ્વભાવાલંબનમાં ટકી શકે તેવા ઉચ્ચ કોટિના સાધકોની દશા છે. તે સિવાય ગુરુગમે માર્ગે ચઢાય છે.
વિકલ્પ વિષયોત્તીર્ણ સ્વભાવલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકો યઃ સ શર્મા પરિકિર્તતઃ
- શ્રી જ્ઞાનસાર જેમના વિકલ્પો શમ્યા છે તેઓ તો સ્વભાવનું જ આલંબન લે છે. આથી તેમનું જ્ઞાન પરિપક્વ થાય છે. તે જ્ઞાનનું ફળ સમતા છે. એટલે સ્વભાવમાં સમાઈ જવું. પરંતુ તેવી દશા ન થાય ત્યાં સુધી યોગીજનોનું અવલંબન જરૂરી છે.
વિભાગ
૨૧૨
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org