________________
તેઓના અંતરનિરીક્ષણના ઊહાપોહથી બોધપ્રાપ્તિઃ
““અંતજ્ઞનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી યા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહા વૈરાગ્ય આપે છે. (વિગેરે).”
ક્ષણે ક્ષણે પલટાતી વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માંગવાની ઇચ્છા પણ નથી.
નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.
મોક્ષમાર્ગની પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણો.
આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતા (વિનય)ની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ ત્રણેમાં દૈન્યપણું (વિનય) બળવાન કારણ છે.
જગતને આત્મરૂપ માનવામાં આવે, જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણો ઉત્કૃષ્ટપણે સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. બીજી રીતે નહિ.
જિન થઈ જિનવર જે આરાધે, તે સહી જિનવર હોવે રે ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જૂએ રે”
- શ્રી આનંદઘનજી નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે એ વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે ખચિત વિચાર અને જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વત્ય કરે છે. સ્વ-પર શ્રેયરૂપ સ્વાધ્યાયનો સુઅવસર : ઈડર-વડવા :
લગભગ ૧૯૮૦થી ઈડર ક્ષેત્રે વધુ સ્થિરતા થવાથી શ્રી વચનામૃતનો અભ્યાસ કરવામાં આંતરિક ઊંડાણ આવતું ગયું. પૂર્વે મળેલો શ્રી આચાર્યોથી, ગ્રંથોનો કંઈક અભ્યાસ, તત્ત્વપિપાસા, વળી સામાજિક ક્ષેત્રે વક્તા તરીકેનો
૨૧૬
મારી મંગલયાત્રા
વિભાગ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org