________________
આશય ગર્ભિત છે. તેમાં તેમની વ્યથા એ છે કે જીવો સાચો માર્ગ પામે. જૈનદર્શનની તેમની ભક્તિ તેમના જ શબ્દોમાં અંક્તિ થઈ છે. તે કેટલાક પત્રોથી જોઈશું. શ્રીમદ્ રાજચંદ્ર નામે વચનામૃતના ગ્રંથમાં ઘણા રહસ્યો પ્રગટ થયા છે.
આખરે સંસારત્યાગની ભાવના સેવતા હતા. ત્યાં તેઓ લખે છે કે “સહરાનું રણ વચ્ચે આવ્યું. પગ થાકી ગયા.” છેલ્લાં બે વર્ષમાં તેઓ શારીરિક નબળાઈના ભોગ બન્યા. જે બીમારીથી તેઓનો એ મનોરથ આ જન્મે પૂર્ણ ન થયો. પરંતુ તેમના જ શ્રીમુખે તેમણે જણાવ્યું છે કે “દેહ એક ધારીને જાશું સ્વદેશ જો.” સામાન્ય રીતે લાગે કે આ જન્મમાં તેઓ કાર્યની પૂર્ણતા કરી ન શક્યા, પરંતુ આવી વિભૂતિઓની યાત્રાનું સાતત્ય હોય છે, જે પૂર્ણતા સુધી જળવાય છે.
સ્વ-પરકલ્યાણરૂપ તેમનાં વચનામૃતો-પત્રો એ તેમનો અક્ષરદેહ છે. જેના આધારે અને શ્રદ્ધાએ પાત્રજીવો સન્માર્ગે જવા પ્રયત્ન કરી રહ્યા છે. આથી અનુયાયીવર્ગ તેમને “પરમ કૃપાળુ દેવ” કહેતા.
આપણી એક પ્રણાલી છે કે જેનો ઉપદેશ પ્રાપ્ત થયો હોય તે ગોપવવું નહિ, ભલે પછી અન્ય પરિચય થતાં તે પરિચય છૂટી જાય, પરંતુ જે અતીતમાં લાભ થયો હોય તેને માટે કૃતજ્ઞ રહેવું. કોઈ ઋણાનુબંધ મને તે તે ક્ષેત્રમાં લઈ ગયો. ત્યાં મને વચનામૃતનો અભ્યાસ કરતાં મારી ભલે અલ્પમતિ છતાં વીતરાગમાર્ગને ઉપયોગી ઘણો બોધ મળ્યો. ત્યારે મારા અંતરમાં ઉત્તમભાવોનું સેવન થયું. એ નિમિત્તના ઉપકારવશ મેં મારા ભાવ વ્યક્ત કર્યા છે. વિશાળ દૃષ્ટિથી તે સમજાય તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું અાક્ષરી ભાવાત્મક અવતરણ : શાસ્ત્ર-અધ્યયનનો સુઅવસર
મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન મહા યોગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ કરજો. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઈચ્છજો વિ. એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે....
- વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વસ્વરૂપ યથાશ્મ છે તે ભૂલશો નહિ. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તો તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો એ જ મોક્ષનો માર્ગ છે.
મારી મંગલયાત્રા
૨૧૫
વિભાગ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org