________________
૮૮રી
.
પ્રાસંગિક અનુભવ :
એક દિવસ સવારે વડવાતીર્થ દેરાસરમાં ભગવાની પૂજા કરવા જતી હતી. હાથની થાળીમાં એક ફૂલ અને ચંદનની વાડકી હતાં. દરવાજે એક ભાઈ મળ્યા. મારા સામું જોઈ પૂછ્યું, બહેન પૂજા કરવા જાવ છો ? “હા.”
કૃપાળુદેવે કહ્યું છે કે “પુષ્પ પાંખડી જયાં દુભાય ત્યાં જિનવરની નહિ આજ્ઞા” એટલે હું પૂજા કરતો નથી.
“ઠીક, તમે શાક-ફળ ખાવ છો ? “હા.' પ્રસંગે ઘરે તોરણ બાંધો છો ? “હા.” ગુસ્સો આવે છે ? “હા.”
શાકફળ ખાવામાં દોષ છે તેવું ભાન રહે તો સંયમ આવે. તોરણ સાંસારિક વ્યવહાર છે તે સદોષ છે. તમે ગુસ્સો કરો ત્યારે તે વ્યક્તિનું હૃદયકમળ દુભાય, તે પાંખડીરૂપ છે. હવે જો તમે પ્રભુની પુષ્પપૂજા કરશો તો આ દોષ હળવા બનશે. સાંસારિક વૃત્તિનું પોષણ કરીએ અને
જ્યાં ઉચ્ચભાવનાનાં નિમિત્ત છે ત્યાં જ્ઞાનીના વચનને તર્કબદ્ધ કરીને આવશ્યક કરણી ન કરીએ તો તે આજ્ઞાપાલન નથી પણ સમજમાં ભૂલ છે. યદ્યપિ તેમાં વિવેકસહ વર્તવું.
જોકે હવે તો શ્રીમદ્જીના પ્રતિમાના પ્રતિષ્ઠા જેવા પ્રસંગે તેમની જ પ્રતિમા ઉપર પુષ્પપૂજા થાય છે. અષ્ટપ્રકારી જેવો આકાર અપનાવ્યો છે. આમ કરવામાં ભાવના હોય તો પણ અતિરેક અને અવિવેકની સંભાવના છે. આવાં કારણોની ચર્ચામાં પડવું તેના કરતાં તેનાથી દૂર રહી, બોધગ્રહણ કરવો હિતાવહ લાગ્યો છે. સૌ પોતાની સમજ પ્રમાણે વિશિષ્ટ દોરવણી વગર અનુસરતા હોય છે એવું જણાતું. અંતરંગ અનુભવની આછી ઝલક :
ઈડર જેવા પવિત્ર સ્થાનમાં એકાંત ખૂબ મળતું. અંતરમાં પેલી સમ્યકત્વની જિજ્ઞાસા, અન્ય ક્ષેત્રને સાંભળેલા આત્મસાક્ષાત્કાર, આત્માનુભૂતિ, જેવા શબ્દો, તે અંગેનાં પ્રવચનો અને પૂ. રજનીશ તથા પૂ. દીદીના સાંનિધ્યમાં કરેલી ધ્યાન શિબિરોથી તે તરફનું વલણ થયું હતું. પરંતુ ત્યારે સાંસારિક અને સામાજિક પ્રવૃત્તિમાં તેના અભ્યાસનું સાતત્ય જળવાતું નહિ. આથી તેમાં કંઈ ઊંડાણ આવ્યું ન હતું.
પરંતુ ઈડરમાં નિવૃત્તિનો સમય વધુ મળતો. વાતાવરણ શાંત. પવિત્રતાના પરમાણુ પણ ખરા. મને ધ્યાનમાં (વાસ્તવમાં કોઈ ચિંતન કે શુભભાવ હતો) બેસવાનો મહાવરો હતો એથી સૌ જ્યારે જંપી જતા વિભાગ-૯
રર૦
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org