________________
તો જન્મ સાર્થક થશે.
આવાં બોધયુક્ત સુવાક્યો લઈને વિસ્તાર કરવાનો થતો. વચમાં મહાપુરુષોની રોચકકથાઓ જોડવાથી પ્રસન્નતા થતી. ચિત્ત તે ભાવોને ઝીલીને શાંતિ અનુભવતું. શ્રીમદ્ રાજચંદ્રનાં અન્ય ક્ષેત્રોનો પરિચય :
પ્રારંભમાં સામાજિક સેવાનું ક્ષેત્ર છોડ્યું ન હતું, પણ ગૌણ બન્યું હતું. તે ક્ષેત્ર ઘણા પ્રકારે જીવને જાહેર પ્રસિદ્ધિવાળું હતું. જ્યારે આ આશ્રમજીવન નિવૃત્તિવાળું અને ગુપ્ત જેવું હતું તે પણ પાછળથી જાહેર બની જવા પામ્યું.
આશ્રમમાં દેશ-વિદેશથી સાધકો દર્શન કરવા આવતા. ઈડર શ્રીમદ્જીના અનુયાયીઓ માટે તીર્થયાત્રાસ્થળ મનાતું. અહીં આવતા સાધકો સ્વાધ્યાય સાંભળતા. એટલે આ જીવની શ્રીમદ્જીનાં અન્ય ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ થવા લાગી. એને કારણે આ જીવને મુંબઈ, રાજકોટ, કલકત્તા અન્ય ક્ષેત્રોમાં સ્વાધ્યાય માટે આમંત્રણ આવવા લાગ્યાં. સ્વ-પર શ્રેયનો આશય પકડાયો હતો. એટલે આમંત્રણોનો સ્વીકાર થતો. પછી તો મુંબઈ ઘાટકોપર, રાજકોટ સ્થળોએ પણ પ્રવચન કે પર્યુષણ આરાધના માટે વારંવાર જવાનું થતું હતું. પ્રજ્ઞાચક્ષુ શ્રી મોટાભાઈનું મળેલું યોગદાન (ખંભાત) :
- ઈડરની જેમ સત્સંગી મિત્રો સાથે વડવા શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવનમાં જવાનું બનતું. ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચતાં ઘણું ઊંડાણ મળતું. મૌન આરાધના પણ સારી થતી.યોગાનુયોગ ખંભાતમાં શ્રીમદ્જીના અનન્ય ભકત પ્રજ્ઞાચક્ષુ શ્રી ભોગીલાલ રહેતા હતા. તેમને ખબર મળી કે વડવામાં મારી સ્થિરતા છે. એટલે તરત જ તેમના નિવાસે
જ્યાં સ્વાધ્યાય થતો ત્યાં મને આમંત્રણ આપ્યું. તેમની વચનામૃત-અધ્યયનશૈલી ખૂબ રોચક હતી. તેમને સૌ મોટાભાઈ કહેતા.
ચક્ષુ ગુમાવ્યા પછી તેમણે નજરમાં શ્રીમદ્જીની છબીને ધારણ કરી હતી. અને વચનામૃતને કંઠે ધારણ કર્યા હતાં.
તેઓ કહેતા મેં મારા કૃપાળુદેવને અરજ કરી કે હવે હું ચક્ષુ વડે વચનામૃત વાંચી નહિ શકું માટે તે મારે કંઠે ધારણ થાય તેવી કૃપા કરો. અને તેમને લગભગ વચનામૃત કંઠે થયા હતા. આથી એક પત્ર સાથે બહારના કોઈ કથનનું જોડાણ ન કરતા પત્રથી પત્રનું જોડાણ કરીને સમજાવતા. તેમની પાસેથી આ પદ્ધતિ શીખવા મળી. તેઓએ પણ ખૂબ વિભાગ
૨૧૮
મારી મંગલયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org