________________
આરામ માટે ગયાં. અમારો ઉતારો દરિયાકિનારે શાંત સ્થળે હતો. મારી નિદ્રા આમે ઓછી હતી. તેમાં આ ચર્ચામાંથી ઘણા વિકલ્પો ઊડ્યા. લગભગ રાતના બે વાગ્યા સુધી વરંડામાં એકલી બેસી રહી. જેમ વૃક્ષ ઉપરથી પાકાં પાન ખરતાં જાય તેમ મારા મનના વિકલ્પો ખરતા ગયા તેમ તેમ પેલો અજંપો શમતો ગયો. શું અનુભવ થયો ?
બરાબર બે વાગે મારું ચિત્ત મૂળ અસ્તિત્વના આનંદથી ભરાઈ ગયું. જાણે મને કહેવા લાગ્યું તારી અંદરમાં સુખ જ છે. શા માટે દુઃખની ભૂતાવળ ઊભી કરે છે ? આમ ઘણી હળવાશ અનુભવી. વરંડામાંથી રૂમમાં ગઈ, તરત જ નિરાંતે નિદ્રાને આધીન થઈ. સવારે ઊઠતાં ખૂબ પ્રસન્નતા અનુભવી, અંતરસંશોધન દ્વારા થયેલા સમાધાનથી વિષાદ દૂર થયો. સવારે અમે મળ્યાં મૌન હતાં. પરંતુ દીદી મારા મનની શાંતિને કળી ગયાં. મારો હાથ દબાવી પ્રતિસાદ આપ્યો. પૂ. દીદીના સ્વશિક્ષણમાં શિસ્તબદ્ધતા :
પૂ. દીદીની આરાધના-પદ્ધતિ ઘણી જ શિસ્તબદ્ધ હતી. પ્રમાદવશ અમારી ભૂલો થયા કરે ત્યારે શિક્ષામાં મૌન અને એકાંત સૂચવતાં, ત્યારે થોડી મૂંઝવણ થતી. પરંતુ તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ ટકાવી દેતાં. ધર્મક્રિયા કે સેવા, વાંચન કે વ્યવહારક્રિયા, દરેકમાં વ્યવસ્થિત-ચોક્કસપણાનો ખૂબ આગ્રહ-શિસ્ત રાખતાં. તેઓ સ્વશિક્ષણની મુખ્યતા સમજાવતાં. ટૂંકમાં એમાં આ જીવને ઘણું શિક્ષણ મળ્યું. તેઓ અંતરથી વાત્સલ્યપૂર્ણ હતાં. તેથી અમે સૌ તેમની પાસે ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યાં. નિકટતા સાધી શક્યાં હતાં. હવે તેઓ આબુમાં વધુ સમય ગાળે છે. તેમના નિવાસનું નામ “શિવકુટિ છે. વિશેષમાં આબુ તથા હિમાલયમાં શિબિરોનું આયોજન થતું. ત્યારે મુખ્યત્વે મૌન ધ્યાન પ્રેરિત શિક્ષણ મળતું, તે મને ઘણું લાભદાયક થયું છે. તેઓ મને કોઈ વાર કહેતાં પ્રથમ જીવનમાં અધ્યાત્મ કેળવો, જેમાં આકુળતા નથી. પછી સામાજિક સેવા થશે તો તે પણ અધ્યાત્મરૂપ બનશે. પૂ. દીદીના સાનિધ્યમાં હિમાલય પ્રદેશમાં નારાયણ આશ્રમની સત્સંગ યાત્રા :
પૂ. દીદીના પરિચયમાં વિવિધ સ્થળો અને વ્યક્તિઓનો વિશેષ પરિચય રહ્યો. તેઓ પોતે શ્રી વિનોબાજી સાથે પૂરા ભારતની પગપાળા ભૂદાનયાત્રા કરીને આવ્યાં હતાં. એટલે વિવિધ સ્થળોનો પરિચય હતો. વિભાગ-૮
મારી મંગલયાત્રા
૧૯૦ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org